SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમણે જાણવું જોઈએ કે, કપોત શબ્દથી કપોત પક્ષીનાં શરીર સરખા વર્ણવાળા બે કુષ્માંડ ફળ તે ભૂરા કોળાનાં ફળનો પાક, મજ્જાર શબ્દનો અર્થ વાયુરોગ તેની ઉપશાંતિને માટે તથા બિલીનાં ફળનો ગ૨ જાણવો. કુક્કડનો અર્થ બીજોરાં નામે ફળ જાણવું. ડૉ. હોર્નલે અંગ્રેજી ભાષાંતરમાં કબૂતર, બિલ્લી, કૂકડા વગેરે અર્થ કરેલ છે તે સૂત્રના અજાણપણાથી કર્યો છે તેને સત્ય માનવો નહિ. વર્તમાન કાળમાં પણ ઉદરવ્યાધિ તથા લોહખંડવા ઉપર બિલી (જેના પાંદડા મહાદેવને ચડાવે છે તે વૃક્ષનું ફળ) નાં ફળનો ગરભ, કુક્કુવેલના ફળનો ગરભ આપવામાં આવે છે. એવો અનેક વૈદ્યોનો મત છે. વળી મનુષ્ય, તિર્યંચના નામની અનેક વનસ્પતિ શાસ્ત્રમાં બતાવી છે. જુઓ પક્ષવણા સૂત્રના પ્રથમ પદમાં ‘નાગરુકૂખ’ (નાગવૃક્ષ), માતુલિંગ (બીજોરાં) ‘એરાવણ’ વનસ્પતિનું નામ છે અને ગોવાળને પણ કહે છે. ‘કાગલી’ વનસ્પતિનું નામ અને પક્ષીનું (કાગડાની માદાનું) પણ નામ છે. ‘અજ્જુણ’ વનસ્પતિનું નામ છે અને પાંડવોના ભાઈનું નામ છે. એવી જ રીતે સાધારણ વનસ્પતિના નામમાં પણ અશ્વકર્ણી, સિંહકર્ણી એવા અનેક નામ છે. ‘શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ્' નામનો કોષ છે તેમાં પ્રત્યેક વનસ્પતિનાં ૧૨ નામ છે તેમાં (૧) પૃષ્ઠ ૬૭માં કસ્તુરીનું નામ મૃગમદ, મૃગતાભી અંડુજા, મૃગી, માંજરી શ્યામા ઇત્યાદિ નામ છે અને તે નામ મૃગ પશુનું પણ છે. કસ્તુરી પશુ નથી પણ તેનાથી ઉત્પન્ન થયેલ ઔષધિ છે. (૨) પૃષ્ઠ ૨૮માં નગરનું નામ ‘હસ્તી’ છે. (૩) પૃષ્ઠ ૪૦માં શેલારસને કપિનામાં કપિલતેલ કપીશ, કપ, કપિચંચલ કહે છે. કપિનો અર્થ વાંદરો પણ થાય છે. (૪) પૃષ્ઠ ૪૮માં એલચીના મહિલાં કન્યાકુમારી, કુમારિકા, પૃથ્વીકાન્તા બાળા વગેરે નામો છે. આ નામ સ્ત્રીના પણ હોય છે. (૫) પૃષ્ઠ ૫૧માં ચણકાબાબને કોલ કહેલ છે. કોલ થ્રેસને પણ કહે છે. (૬) પૃષ્ઠ ૫૩માં નાગકેસરને નાગ કહેલ છે. (૭) પૃષ્ઠ ૬૭માં ગોરોચંદનને ગાલોચન પણ કહેલ છે. Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only 303 www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy