________________
અરિહંત ૧૮ દોષરહિત હોય છે.
(૧) મિથ્યાત્વ. (૨) અજ્ઞાન. (૩) મદ. (૪) ક્રોધ. (૫) માયા. (૬) લાભ. (૭) રતિ (આનંદ). (૮) અરતિ. (૯) નિદ્રા. (૧૦) શોક. (૧૧) અલિક (ખોટું બોલવું). (૧૨) ચોરી. (૧૩) મત્સર (ઇર્ષા). (૧૪) ભય. (૧૫) હિંસા. (૧૬) પ્રેમ (સ્વાર્થમય). (૧૭) ક્રીડા. (૧૮) હાસ્ય આ પ્રમાણે અરિહંત ભગવાન ૧૮ દોષોથી સર્વથા રહિત છે.
શકસ્તવ-નમોત્થણમાં પણ અરિહંત ભગવાનના ગુણોનું યત્કિંચિત્ વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ અનંતાનંત ગુણોના ધારક અરિહંત ભગવાન હોય છે.
ભરતક્ષેત્રના ત્રણ કાળના તીર્થકરોની ચોવીસીના નામ
જંબૂદ્વીપના ભરતક્ષેત્રના ભૂતકાળના ૨૪ તીર્થકરોનાં નામ :
(૧) શ્રી કેવળજ્ઞાનીજી. (૨) શ્રી નિર્વાણીજી. (૩) શ્રી સાગરજી. (૪) શ્રી મહાયશજી. (૫) શ્રી વિમલપ્રભજી. (૬) શ્રી સર્વાનુભૂતિજી. (૭) શ્રી શ્રીધરજી. (૮) શ્રી દત્તજી. (૯) શ્રી દામોદરજી. (૧૦) શ્રી સુતજજી. (૧૧) શ્રી સ્વામીનાથજી. (૧૨) શ્રી મુનિસુવ્રતજી. (૧૩) શ્રી સમિતિજિનજી, (૧૪) શ્રી શિવગતિજી. (૧૫) શ્રી અસ્તાંગજી. (૧૬) શ્રી નમીશ્વરજી. (૧૭) શ્રી અનિલનાથજી. (૧૮) શ્રી યશોધરજી. (૧૯) શ્રી કૃતાર્થજી. (૨૦) શ્રી જિનેશ્વરજી. (૨૧) શ્રી શુદ્ધમતીજી. (૨૨) શ્રી શિવશંકરજી. (૨૩) શ્રી સ્વાદનનાથજી. (૨૪) શ્રી સમ્માતજી.
જંબૂદ્વીપના ભરતક્ષેત્રના વર્તમાનના ૨૪ તીર્થકરોના નામ અને વિગત
ભૂતકાળની ઉત્સર્પિણીની ચોવીસીના અંતિમ (૨૪માં) તીર્થંકરના મોક્ષે ગયા કંઈક ન્યૂન ૧૮ ૨ ક્રોડાકોડી _ સાગરોપમ બાદ ઈક્ષાગ ભૂમિ છે (શેરડીના ખેતરના કિનારે) માં પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનનો જન્મ થયો.
૪ અવસર્પિણીનો પહેલો આરો ૪ ક્રોડાકોડી સાગરોપમનો, બીજો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો બે ક્રોડાકોડી સાગરોપમનો આ પ્રમાણે ૯ ક્રોડાકોડી સાગરોપમ ઉત્સર્પિણી કાળના ત્રણ આરા (ચોથો, પાંચમો, છઠ્ઠો) એમ છ આરાના કુલ મળી દેશેઉણા ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમ સુધી તીર્થકર ઉત્પન્ન થવાનો ઉત્કૃષ્ટ આંતરો છે.
0 કરોડની સંખ્યાને એક કરોડથી ગુણતાં જે સંખ્યા આવે તેને ક્રોડાક્રોડ કહે છે. તે વખતે ગામો વસ્યા ન હતા.
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org