________________
- રોગ દુઃખ વગેરેથી ગભરાઈને કુટુંબીઓનું શરણ વાંછે તો અનાચરણ, (૩૨ થી ૪૫) મૂળ, આદુ, ઇષ્ણુખંડ (શેરડી), સૂરણાદિ, કંદ, મૂલ, જડી, ફળ, બીજ, સંચળ, સિંધાલુણ, અગરનું મીઠું, રોમ દેશનું મીઠું, સમુદ્રનું મીઠું પાંશુક્ષાર, કાળમીઠું એ ચૌદ વસ્તુ સચેત ગ્રહણ કરે તો અનાચરણ, (૪૬) વસ્ત્રાદિને સુગંધી દ્રવ્યોનો ધૂપ દે તો અનાચરણ, (૪૭) વિના કારણે વમન કરે તો અનાચરણ, (૪૮) બસ્તી કર્મ કરે. (ગુદા દ્વારા પાણી કે દવા પ્રક્ષેપ કરી મળત્યાગ કરે) તો અનાચરણ, (૪૯) વિરેચન – વિના કારણ જુલાબ લે તો અનાચરણ, (૫૦) અંજન - શોભાને માટે આંખમાં કાજળ, સુરમો વગેરે આજે તો અનાચરણ, (૫૧) “દતવણે - દાંત રંગે તો અનાચરણ, (પર) ગાત્રભંગ' - કસરત, મલ્લકુસ્તી વગેરે કરે તો અનાચરણ
ઉપરોક્ત બાવન અનાચરણનો ત્યાગ કરી સાધુજી શુદ્ધ સંયમ પાળે છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બાવન અનાચાર બતાવ્યાં છે.
૨૦ અસમાધિના દોષ (૧) જલ્દી જલ્દી ચાલે તો, (૨) પ્રકાશિત સ્થાનમાં દૃષ્ટિથી જોયા વિના ચાલે અને અપ્રકાશિત સ્થાનમાં રજોહરણાદિકથી પૂંજ્યા વિના ચાલે તો, (૩) પૂજે બીજી જગ્યાએ ને પગ મૂકે બીજી જગાએ તો, (૪) પાટ, પાટલા બાજોઠ વધારે ભોગવે તો, (૫) રત્નાધિક, ગુણવંતની સામે બોલે તો, (૬) સ્થવિર સાધુનું મોત ઇચ્છે તો, (૭) સર્વે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની ઘાત ઇચ્છે તો, (૮) ઘડી ઘડીમાં ગુસ્સે થાય તો, (૯) નિંદા કરે તો, (૧૦) વારંવાર નિશ્ચય ભાષા (આ કામ કરીશ, આ સ્થળે જઈશ, વગેરે) બોલે તો, (૧૧) નવા નવા ઝઘડા ઉપજાવે તો, (૧૨) જૂના કજિયા ઉદીરે, ભુલાઈ ગયેલી વાતો પાછી સંભારે અગર ખમતખામણા કર્યા પછી પાછી લડાઈ કરે તો, (૧૩) બત્રીસ પ્રકારની અસક્ઝાયમાં સજઝાય કરે તો, (૧૪) રસ્તાની ધૂળથી એટલે સચેત રજથી પગ ભર્યા હોય ને પૂંજ્યા વિના આસન ઉપર બેસે તો, (૧૫) પાછલી એક પહોર રાત હોય ત્યારથી ઠેઠ સુર્ય ઊગે ત્યાં સુધી જોરથી બોલે તો, (૧૬) મોત થાય તેવો કજિયો કરે તો, (૧૭) કટુવચન બોલે તો, (૧૮) પોતાની અને બીજાની અસમાધિ થાય એવું વચન બોલે તો, (૧૯) સવારથી સાંજ લગી ગામમાંથી લાવી લાવીને ખા ખા કરે તો (નવકારશી વગેરે પચ્ચખાણ ન કરે તો), (૨૦) ચોકસી કર્યા વિના આહાર વગેરે લાવે તો.
શ્રી જૈન તત્ત્વ સાર
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org