________________
૨૨ પરિષહ (૧) સુધાનો - ભૂખનો, (૨) પિવાસાનો - તૃષાના, (૩) શીતનો - ઠંડીનો, (૪) ઉષ્ણનો - તાપનો, (૫) દસમસગનો - ડાંસ, મચ્છર આદિનો (૬) અચલનો – જીર્ણ જુના વસ્ત્રોનો, (૭) અરતિનો - અન્ન-વસ્ત્ર આદિ ન મળવાનો, (૮) સ્ત્રીનો - સ્ત્રીના હાવભાવનો, (૯) ચરિયાનો - ગ્રામાનુગ્રામ વિચરવાનો (૧૦) નિસહિયાનો - વિહાર કરતાં બેસવા માટે સારી નરસી જગ્યાનો, (૧૧) સેક્શાનો-શયાનો, રહેવા માટે ન ગમે તેવા સ્થાનનો, (૧૨) આક્રોશનો - કઠોર વચનનો, (૧૩) વધનો – મારનો, (૧૪) જયણાનો – યાચનાનો, (૧૫) અલાભનો - ઇચ્છિત વસ્તુ ન મળવાનો, (૧૬) રોગનો – વેદનાનો, (૧૭) તણફાસનો - તૃણાદિ ઘાસનો, (૧૮) જલનો -મેલ પરસેવાનો, (૧૯) સત્કાર પુરસ્કારનો - માન સન્માનનો, (૨૦) પ્રજ્ઞાનો - જ્ઞાનનો (કોઈ પૂછવા આવે ત્યારે) (૨૧) અજ્ઞાનનો - જ્ઞાન ન ચડવાનો, (૨૨) દર્શનનો - શ્રધ્ધાનો.
આ ૨૨ પરિષહ જે સમભાવે સહે તે સાધુ છે.
શ્રી ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનમાં આ રર પરિષદનું વિસ્તારથી વર્ણન છે.
પર (બાવન) અનાચાર
સાધુજીએ સંયમ શુધ્ધ પાળવા માટે નીચેનાં બાવન અનાચરણથી બચવું જોઈએ.
(૧) “ઉદ્દેશિક - આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાનક વગેરે સાધુને માટે બનાવેલું હોય તે ભોગવે તો અનાચરણ, (૨) “કૃતગડ’ - સાધુ માટે કોઇપણ વસ્તુ ખરીદ કરીને આપે તો અનાચરણ, (૩) “નિત્યપિંડ - એક ઘેરથી નિત્ય વહોરે તો અનાચરણ, (૪) “અભ્યહૃત” - ઉપાશ્રયે કિંવા અન્ય સ્થાને કોઈ આહારાદિ સન્મુખ લાવીને વહોરાવે તે લે તો અનાચરણ, (૫) “રાત્રિભક્ત' - અન્ન, પાણી, સુખડી, મુખવાસ કે સુંઘવાની તમાકુ સરખી પણ રાત્રે ભોગવે તો અનાચરણ, (૬) “સ્નાન” – હાથ પગ ધોવા તે દેશ સ્નાન અને સર્વ શરીરે નહાવું તે સર્વસ્નાન. એ બંને પ્રકારનાં સ્નાન કરે તો અનાચરણ, (૭) “ગંધ' - ચંદન, અત્તર આદિ સુગંધી પદાર્થ, વિના કારણ શરીરે લગાવે તો અનાચરણ,
શ્રી જૈન તત્ત્વ સાર
૧૪૭
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org