________________
અહં ભાવથી રહિત નહિ, સ્વધર્મ સંયમ નહીં,
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઇ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહીત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ૧૩
કેવળ કરૂણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂ સંતને, મૂકયું નહીં અભિમાન ૧૫
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક,
પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક ૧૬ સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ૧૭
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય
દીઠા નહીં નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિો , પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધક કરશે શુંય ? ૧૯
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એક સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, દેઢતા કરી દેજ. ર૦
જિન સોહી હે આત્મા, અન્ય હોઈ સો કર્મ
કર્મ કરે સો જિન વચન, તત્વજ્ઞાની કો મર્મ જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક
નહિ જાન્યો નિજરૂપકો, સબજાન્યો સોફોક હે જીવા કયાં ઈચ્છત હવે ? હે ઇચ્છા દુઃખ મૂલ,
જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org