________________
૪૨ SP) પોષ દશમીને ત્યાંથી પ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા, ફરતા ફરતા એક વખત કાદ ખરી નામની અટવીમાં આવ્યા. ત્યાં કુંડ નામના સરેાવરની પાસે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે વખતે એક *મહીધર નામના વનના હાથી ત્યાં આવ્યા. પ્રભુને જોઇને તે હાથીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે સરાવરમાંથી સૂંઢમાં પાણી લાવીને પ્રભુને નવરાવ્યા. તેમજ સરાવરમાંથી કમળ લાવીને પ્રભુ ઉપર ચઢાવ્યા, પ્રભુ જે સ્થાને કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા અને હાથીએ પ્રભુની પૂજા કરી. તે સ્થળ ‘કલિકુ ડ’ તીથ તરિકે પ્રસિદ્ધ થયું. અને હાથી મરણ પામીને એ તીનુ રક્ષણ કરનારા વ્યંતરદેવ થયા.
પ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા કોન્સુલ નામના વનમાં આવ્યા. ત્યાં ધરણેન્દ્ર આવને પ્રભુને વિનય પૂર્વક વંદન કર્યુ. સૂર્યના તડકા તેમના પર ન પડે એવી ઇચ્છાથી ત્રણ દિવસ સુધીપ્રભુની ઉપર
* આ મહીધર પૂર્વ જન્મમાં હેમ નામનેા કુલપુત્ર હતા તે શરીરે વામન હોવાથી બધાં તેની મશ્કરી કરતા. એટલે તે વનમાં ચાલ્યેા ગયા. એ વનમાં તેને એક મુનિ જ્યા એટલે તેણે તેમની ૫ સે દીક્ષાની માંગણી કરી. પણ મુનિએ દીક્ષા ન આપતાં શ્રાવકના ૧૨ વ્રત આપ્યાં. એ વ્રતને તે સારી રીતે પાળતા હતા. કાઇને હેરાન કરતા ન હતેા છતાં લેાકા તેને ખીજવતા. અંતકાળે આત ધ્યાનથી મૃત્યુ પામી વામન રૂપના તિરસ્કાર અને માટી કાયાના પ્રેમને લઈ તે આ જન્મમાં હાથી થયેા હતો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org