________________
30 OOOOOOHAMADOGOS 014&2171213 જોઈએ. મારા હોવા છતાં આપ ચ ચહે તે મને ઠીક લાગતું નથી, માટે આપ નિશ્ચિત થઈ મને આજ્ઞા આપે. હું જ લશકર લઈને તે યવન રાજા સાથે યુદ્ધ કરવાને જાઉં છું. પિતાજી, મારી આ. ઇચ્છા આપ પૂર્ણ કરે.”
શ્રી પાકમારો અતિ આગ્રહ જોઈ રાજાએ. કુમારની વાત કબુલ રાખી.
શ્રી પાશ્વકુમાર લશ્કર લઈ પ્રસેનજિત રાજાને મદદ કરવા માટે નીકળ્યા. દડમજલ કુચ કરતા કુશ સ્થળ નગર નજીક આવી પહોંચ્યા. ને યવન રાજા : પાસે પાકમારે એક દૂત મોકલાવીને કહેવરાવ્યું,
પ્રસેનજિત રાજા અમારા મિત્ર છે. અને તે. અમારે શરણે આવેલા હોવાથી હું તેમને મદદ. કરવા આવ્યો છું. હું યુદ્ધ કરવા આવ્યો હોવા છતાં લડાઈ કરીને માણસોનો ગટ સંહાર કરવા કરાવવાની મારી ઇચ્છા નથી. તે તમે ઘેરે ઉઠાવી તમારા કલિંગ દેશ તરફ સુખે સુખે પાછા ચાલ્યા: જાવ !
દૂતના વચન સાંભળીને ક્રોધાતુર થયેલા યવન. રાજાએ દૂતને કહ્યું:
હું આ માગણી સ્વીકારી શકતા નથી અને યુદ્ધ માટે તૈયાર છું. હું પાકુમારથી જરા પણું. ભય પામતે નથી. હમણાં જ મારી શકિતને તને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org