________________
૧૨ જીજી
(જી) પોષ દશમીને
સંસારમાં ડુબતા. જીવાના ઉદ્દાર કરનારી અમૃત સમાન મધુરી વાણી વડે પ્રભુએ દેશના આપી. તેમાં તેઓએ વિશેષતાથી જણાવ્યું કે “ જીવદયાનું પાલન કરવું કારણ કે જીવદયા વિના ધસ નથી, ઇન્દ્રિયાનું દમન કરવું', કારણ કે જ્યાં સુધી જીવ ઇન્દ્રિયાને વશ ન કરે ત્યાં સુધી તેનાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી. ઇન્દ્રિયાને દમવાના હમેશા યત્ન કરવા હમેશા સત્ય વચન ખેલવું, આજ મુખ્યપણે ધર્મના સાર છે. માટે જીવદયાનું પાલન કરા, સત્ય વચન બેલે અને ઇન્દ્રિયાને વશ કરી તે જ આત્મકલ્યાણ થશે,”
ઉપર પ્રમાણેની પ્રભુજીની ધ દેશના સાંભ ળીને કેટલાક જીવાએ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ ક્યુ.. કેટલાક જીવાએ દેશિવરતિ ભ્રમ એટલે શ્રાવક ધમ અગીકાર કર્યાં, અને કેટલાક જીવા સમકિત પામ્યા એટલે કે શુદ્ધ દેવ ગુરૂ ધ ઉપર શ્રદ્ધાવાળા થયા.
પ્રભુની દેશનાને અંતે શ્રેણિક રાજાએ એ હાથ જોડીને પ્રભુને નમીને વિનતિ કરતાં પૂછ્યું.. “ આ પાષ માસની અંદર સૌથી ઉત્તમ દિવસ કર્યો છે? તે અમારા ઉપર કૃપા કરીને જણાવા શ્રેણિક મહારાજાના પ્રશ્નના જવાબમાં પ્રભુએ જણાવ્યુ:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org