________________
37 SAKSASS CASAASASKS sara's Handt
એમ કહેવું કે અમારા ગામના દહેરાસરમાં પણ શ્રી આદિનાથ દાદા બિરાજે છે. અમે ત્યાં જ તેમનાં દર્શન કરી લઈશું. મૂળ મહત્વ તો દહેરાસરમાં જઈને શ્રી આદિનાથ દાદાનાં દર્શન કરવા તેનું જ છે ને!
પણું આમ બોલવું તે યુક્તિસંગત પણ નથી તેમજ શાસ્ત્રસંગત પણ નથી કારણ કે આપણે ક્ષેત્રને આગ મહિમા હોવાનું સ્પષ્ટ શાસ્ત્રોમાં વિધાન છે. જે ભાવ ગિરિરાજના વાતાવરણમાં જાગે છે તે નગરના દહેરાસરમાં ભાગ્યે જ જાગે છે. માટે દરેક અપેક્ષાએ શ્રી સિદ્ધાચલતીર્થ અજોડ છે. અદ્વિતીય છે. તેવી જ અજોડ કાર્તિક પૂર્ણિમા છે.
શ્રી સિધ્ધાચલતીર્થ અને કાર્તિક - પૂર્ણિમાને જોગ એટલે સોનામાં સુગંધ.
ભવસાગરથી પાર ઉતારનારા આ તીર્થરાજની શ્રેષ્ઠ પ્રકારે ભકિત કરીને આપણે પણ ભવજળી તરીએ ! એજ કલ્યાણકારિ શુભ ભાવના !!
શાસનસ્ય કૃતા સેવા તયા પ્રાપ્તસુકમણ: શાસને એ રતિ: શુન્ના ભજનમનિ જમનિ ૧
મેં આ લેખની રચના વડે શાસન સેવા કરી, તેનાથી મતે જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી ભવો ભવ મારી જૈન શાસનમાં નિર્મળ ગ્રીતિ પ્રાપ્ત થાઓ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org