________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૭૧
- પ્રાસંગિક પ્રસ્તુત પુસ્તક બાળકને ઉપચોગી થાય, તેમનામાં ધાર્મિક સંસ્કાર રેડાય તેવી દૃષ્ટિથી પૂજ્ય (પ્રવર્તક) સુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ આલેખ્યું છે અત્યારે પૂર્વે પૂજ્ય મહારાજશ્રીએ એક એકથી વધે તેવા લગભગ ૧૫૦ પુસ્તક આપ્યા છે.
આ પુસ્તક બાળકે સહેજે સમજી આનંદથી વાંચી શકે તેવું છે.
આ પુસ્તકમાં વાર્ષિક પર્વ પોષ વદ દશમીને મહિમા અથવા પ્રભુપાર્શ્વનાથ ચરિત્ર આલેખવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર પૂજ્યપાદ શ્રી દેવેન્દ્રસૂરીજી મહારાજ સાહેબે સૂરદત્ત શેઠને કહ્યું હતું અને શ્રી મહાવીર પ્રભુએ એ ચરિત્ર શ્રેણિક મહારાજાએ કહ્યું હતું.
પ્રભુશ્રી પાર્શ્વનાથનું ચરિત્ર લખતાં પૂજ્યશ્રીએ તે દિવસનું વ્રત કરનારને મનવાંછિત ફળ મળે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય. તે દર્શાવવા સૂરદત્ત શેઠની કથા પણ આપી છે. જેણે આ વતની આરાધના કરી સંપત્તિ રૂપી ધન તેમજ ઈહલોકમાં માન પ્રતિષ્ઠા આપનાર દ્રવ્ય પણું મેળવ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org