________________
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંતો (જૈન આગમોનું ઐતિહાસિક વિશ્લેષણ)
બંસીધર ભટ્ટ
પ્રાસ્તાવિક :
ભારતનો પ્રાચીન વૈદિકધર્મ અને ઈ.સ. પૂર્વે આશરે ચોથી સદીથી અસ્તિત્વમાં આવેલા જૈન અને બૌદ્ધ ધર્મો; આ ત્રણે ધર્મોની વિચારસરણીમાં ક્યાં પરસ્પર સામ્ય મળી આવે છે અને ક્યાં, કોની, કોના પર કઈ રીતે અસર થવા પામી છે તે વિષે છેલ્લી એક સદીથી લગભગ ૫૦-૬૦ વિદ્વાનોનાં નાનાં મોટાં ૭૦-૮૦ સંશોધનો પ્રસિદ્ધ થયાં છે. આવા સંશોધન-સાહિત્યના ઇતિહાસની રૂપરેખાનો કાંઈ પરિચય આપવાનું અહીં આવશ્યક નથી. પરંતુ, જૈન-જૈનેતર ધર્મોમાં સમવિષમતા દર્શાવવા કે જૈનધર્મના આદિકાળની વિચારસરણી પ્રકાશમાં લાવવા પાછળ આમાંના કેટલાક મુખ્ય વિદ્વાનોનું કયું અગત્યનું દૃષ્ટિબિંદુ હતું તે અહીં સંક્ષેપમાં સ્પષ્ટ કરવું આવશ્યક છે. ૧૮૮૫ માં એન્ડ્રુ લૉયમાને જૈન આગમોમાંથી - રાજપ્રશ્નીમાંથી પાયાસી-કથા અને જ્ઞાતાધર્મકથામાંથી દ્રૌપદી-કૃષ્ણની કથાઓ, તેમ જ સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી જ્યોતિષશાસ્ત્ર અને અપ્રાપ્ય બારમા અંગ દૃષ્ટિવાદની કાલ્પનિક વિષયાનુક્રમણીમાંથી તંત્રશાસ્ત્ર વગેરે વિષયવસ્તુની સમાનતા બ્રાહ્મણ પરંપરાનાં કયાં શાસ્ત્રોમાં મળી આવે છે તે જણાવ્યું. ૧૯૦૨ માં એફ. ઓટ્ટો શ્રાડરે પ્રાચીન જૈન અને બૌદ્ધ સાહિત્યમાં મળી આવતા ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ, વિનયવાદ, જેવા વિષયો વિષે ચર્ચા કરતાં પ્રસંગોપાત્ત બ્રાહ્મણ પરંપરાના સાહિત્યમાં મળી આવતા તે તે વિષયોના કેટલાક વિચારો સાથે સામ્ય દર્શાવ્યું. ૧૯૧૫ માં હેરમાન ઓલ્ડેનબેર્ગે ઉપનિષદોના અને બૌદ્ધોના વિચારોની જે તુલના કરી છે તે જૈન વિચારસરણી માટે એટલી જ આવકારદાયક થઈ પડી છે. ૧૯૩૫ માં એ.એમ. ઘાટગેએ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન, ઉપાસકદશા, ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), જ્ઞાતાધર્મકથા વગેરેમાં, અને બૌદ્ધ સાહિત્યમાં તથા જાતકકથાઓમાં મળી આવતી સમાનતા વિષે લેખ લખ્યો, અને જૈન આગમોનાં વૃત્તાંતો જાતકકથાઓ કરતાંય પ્રાચીન અને મૌલિક છે તેમ જણાવ્યું. અહીં ઘાટગેએ જાર્લ શારપેન્ટીઅરની (૧૯૨૨) ઉત્તરાધ્યયનની આવૃત્તિનો ઉપયોગ કર્યો હોવા છતાં પણ, ઉત્તરાધ્યયનનાં આદિ-મૂળ જૈનેતર જાતકકથાઓમાં રહ્યાં છે તેવું પુરવાર કરતી શારપેન્ટીઅરની સંશોધન પ્રક્રિયામાં કયાં દોષ રહી ગયો છે તે (ઘાટગેએ) દર્શાવ્યું પણ નથી અને આગળ સંશોધન પણ કર્યું નથી, તથા શારપેન્ટીઅરે કેટલીક જાતકથાઓની અને બૌદ્ધગ્રંથોની, તો કેટલીક ઉત્તરાધ્યયનની ગાથાઓમાં અનેક રીતે સામ્ય દર્શાવ્યાં છે તે બાબતે કોઈ ઉલ્લેખેય કર્યો નથી ! ૧૯૫૭ માં ગોવિંદ ચંદ્ર પાંડેની studies in the Origins and History of Buddhism નામે એક કૃતિ પ્રકાશિત થઈ. ભારતીય વિદ્વાનોને તેના વિષયવસ્તુનાં વિવેચન એટલાં આકર્ષક થઈ પડયાં કે તેની ૧૯૭૪ માં બીજી અને ૧૯૮૩ માં ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધિમાં આવી. આ કૃતિમાં પાંડેએ વૈદિક અને જૈન-બૌદ્ધ વિચારોમાં જણાતી સમવિષમતા વિષે વિસ્તારથી ચર્ચા કરી, તથા સંસારત્યાગના આદર્શની પ્રણાલી વૈદિક વિચારધારાથી ભિન્ન છે, અને આર્યો ભારતમાં આવ્યા તે પહેલાંથી તે આદર્શનો આદિસ્રોત શ્રમણ કે આર્હત પરંપરામાંથી ચાલ્યો આવતો હતો, જે આજે જૈન-બૌદ્ધ સાહિત્યમાં સૌ પ્રથમ વાર પ્રતિબિંબિત થયો છે, તેવું સિદ્ધ ફરવા પ્રયાસ કર્યો છે. શ્રમણ પરંપરાના આગ્રહી બૌદ્ધ અને જૈન વિદ્વાનોને ઉપકારક વિષયસામગ્રી પૂરી પાડતી પાંડેની આ કૃતિ એક શાસ્ત્રગ્રંથરૂપ થઈ પડી છે. ૧૯૫૭ પછીથી પ્રસ્તુત મુદ્દાઓની ચર્ચા કરતાં પ્રકાશિત થયેલાં કેટલાંક મુખ્ય સંશોધનોના ઉલ્લેખ કરી, પાંડેએ પોતાની કૃતિની નવી આવૃત્તિઓમાં તે તે સંશોધનો પર ક્યાંય સમીક્ષા કરી હોય તેવું જણાતું નથી. ૧૯૬૫ માં દલસુખભાઈ માલવણીઆએ આગમયુ" જો નૈન વર્શન નામે એક કૃતિ હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી અને ૧૯૮૫ માં Beginnings of Jaina ભો. જે. વિદ્યાભવનમાં ‘ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાન માળા'ના ઉપક્રમે તા. ૨૫-૨-૧૯૯૩ ના રોજ અપાયેલ વ્યાખ્યાન. *પ્રોફેસર, વેસ્ટફાલિયા યુનિવર્સિટી, મ્યુન્સ્ટર (જર્મની)
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]
Jain Educationa International
For Personal and Private Use Only
[ ૧
www.jainelibrary.org