________________
વિષયો (કામ, લોભ, વ.) બંધન કરે છે. ગુણો કર્મનું મૂળ છે; તે આવર્તનું પુનર્જન્મનું મૂળ છે (સરખાવો - આચાર ૧.૫.૪૧; ૨.૧.૬૩; ૨.૨.૬૯; ૩.૧.૧૧૧). મન, વાણી અને કાયને બહિર્મુખ થતાં રોકી-આંતરમાં સંકેલી લઈ, સર્વ ગાત્રોનો વિરોધ કરી જે કાંઈ વિષયસ્પર્શથી સુખદુઃખનો અનુભવ થાય તે સહન કરતા રહેવું (આચાર ૮.૮.૨૪૬-૨૪૭ = શ્લોક ૧૮-૧૯), આવી જ પ્રક્રિયા મહાવીરે પણ અપનાવી હતી (જુઓ ૮.૮.૨૪૦ શ્લોક ૧૨). બ્રહ્મચર્યનું ત્રીજું અધ્યયન શીતોષ્ણીય પણ જણાવે છે કે આત્મપ્રાપ્તિથી દુ:ખમુક્ત થવાય છે (૩.૩.૧૨૬). આ વ્યક્તિ પરિશાતકર્મ, ક્ષેત્રજ્ઞ, નૈષ્કર્મદર્શી (૩.૨.૧૧૫, ૪.૪.૧૪૫), પરમદર્શી, આત્મવિદ (૩.૧.૧૦૭), આત્મગુપ્ત (૩.૨.૧૨૩), આત્મસમાહિત (૪.૩.૧૪૧), આત્મોપરત (૪.૪.૧૪૬) અને વિમુક્ત છે. ઇંદ્રિયો ‘‘ગુપ્ત’” કે ‘‘સંવૃત’” થતાં તે વ્યક્તિ દુઃખમાંથી છૂટી જાય છેઃ તેને પછી બીજી કો ઈ સાધનાની આવશ્યકતા હોતી નથી, (૩.૨.૧૨૬). સૂત્રકૃતાંગ પણ જણાવે છે કે મત્તત્તાણુ પરિવ (૧.૩.૩.૭ = I.૧૧.૩૨, જુઓ બોલ્લે II.પૃ.૧૧૫)-તે આત્માર્થે સંસાર ત્યજે છે, તે આત્માર્થે સંવૃત થયો છે (સૂત્રકૃતાંગ II.૨.૨૯). તે ઉપશાંત છે, પરિનિવૃત છે, તેને ઇતર કાંઈ કર્મ રહેતું નથી.
બ્રહ્મચર્યની અને વિશેષ તો તેના વિભાગ ૧ની (૧-૫ અધ્યયનો) વિચારપ્રક્રિયામાં સર્વાંગસૂત્રતા કે અખંડિતતા જળવાઈ નથી, પણ તે તૂટક દશામાં મળે છે. કારણ કે મૂળે બ્રહ્મચર્ય શ્રુતસ્કંધનાં ઘણાં સૂત્રો ખંડિત અને અસ્તવ્યસ્ત છે; તેઓના ગદ્યાંશ કે પદ્યાંશ એકમેક થઈ ગયા છે અને તેમની ગોઠવણી કંઈક ક્રમબદ્ધ પણ નથી. એમાં મળતાં પાપકર્મો, અસક્તિ, નિર્લેપ, નૈર્ય વગેરે જેવાં વિધાનો ઉપનિષદો, મહાભારત કે ગીતાની કર્મ, આસક્તિ અને રાગની વિચારસરણી વ્યક્ત કરે છે. આચાર બ્રહ્મચર્યની આવી જીવ, કર્મ અને લોકની વિચારસરણી તત્કાલીન અવિકસિત દશાના લોકધર્મના વિચારોમાંથી ઊતરી આવી હોય એમ લાગે છે. આચારાંગ પછીનાં કેટલાંક આગમોમાં પણ આચાર બ્રહ્મચર્યની આવી વિચારધારાના દૃષ્ટિગોચર થતા કેટલાક અંશોનો કંઈક પરિચય આગળ આપવામાં આવ્યો છે. § ૧.૭.૨. મુક્તાત્માની સ્થિતિ - વૈદિક ઉલ્લેખ
હાન્સ પેટર શ્મીદ્ધે જૈન પરંપરામાં માન્ય મુક્તાત્માની સ્થિતિ અને તેનાં આદિમૂળ વૈદિક પરંપરામાંથી શોધ્યાં છે (જુઓ ઉપર પા.ટી.૨.). પ્રસ્તુત સંશોધન લેખ પ્રાચીન જૈન આગમો પૂરતો મર્યાદિત હોવા છતાં મુક્તાત્માની સ્થિતિનો આ આખો મુદ્દો તદ્દન નવો અને અમારા આ લેખના ઉદ્દેશ્ય સાથે સંવાદિત થતો હોવાથી અહીં તેનું વિવરણ ઉપકારક અને આવશ્યક ગણાશે.
છાંદોગ્ય ઉપનિષદમાં ઘોર આંગિરસનું તત્ત્વદર્શન (૩.૧૭.૧-૭) બુદ્ધ અને મહાવીરના અસ્તિત્વ પહેલાંનું અને અતિપ્રાચીન છે. તે કર્મ અને આત્મત્તત્ત્વ વિષેના વિચારોથી હજી અપરિચિત રહ્યું લાગે છે. તેમાં પહેલી વાર અહિંસા એક નવા સિદ્ધાંતરૂપે દૃષ્ટિગોચર થાય છે. તેમાં પિતા પુત્ર રૂપે જન્મે છે એવા શતપથ બ્રાહ્મણના વિચારોની असोष्टा इति, पुनरुत्पादन પુષ્ટિ કરતાં છાંદોગ્ય ઉપનિષદ (૩.૧૭.૫) જણાવે છે કે - સૌતિ मेवास्य; તે સોમ સવન કરશે (= તેની પત્ની પ્રસવ કરશે), તેણે સોમ સવન કર્યું (= તેની પત્નીએ જન્મ આપ્યો). એ જ તેનો પુનર્જન્મ છે.’ અહીં શ્લેષનો પ્રયોગ કરી સોવૃતિ - અસોટ્ટા નો મૂળ અર્થ અસ્પષ્ટ (અવ્યક્ત) કેમ રાખ્યો હશે તે સમજવું મુશ્કેલ છે. વળી, તે આગળ જણાવે છે કે ગવિયાસ વ સ વમૂત્ર, સોનવાયામેતત્ ત્રયં પ્રતિવદ્યુત. અક્ષિતમત્તિ, અદ્યુતમસિ. પ્રાણસંશિતમસીતિ. ‘‘તે તૃષારહિત થયો (મુક્ત થયો). મૃત્યુવેળાએ તે આ ત્રણ પામે છેઃ ‘તું અક્ષય છે’, ‘તું અચ્યુત છે’ ‘તું પ્રાણના - જીવનના - શિખરે છે” (જુઓ અથર્વવેદ ૩.૧૯.). આના સમર્થન માટે ઋગ્વેદની બે ઋચાઓ પણ આપી છે, કેમકે
ज्योति
आद् इत् प्रत्नस्य रेतसो, पश्यन्ति वासरम् પરો થવું ધ્યતે વિવિ (ઋગ્વેદ ૮-૬-૩૦) ‘તેઓ પુરાતન રેતસમાંથી જન્મેલી પ્રાતઃકાલીન જ્યોતિ જુએ છે, જે દિવ (આકાશ)માં સામે પાર પ્રજ્વળી રહી છે.'’ (= સામવેદ ૧.૨.૧૦).
''
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ]
Jain Educationa International
=
-
For Personal and Private Use Only
[ ૧૯
www.jalnelibrary.org