________________
શ્લોક ૩) સર્વ – ગાત્ર - નિરોધ (૮.૮ શ્લોક ૧૯), પરીષહ-ઉપસર્ગ (૮.૮.શ્લોક ૨૨), ઇત્યાદિ. વળી, ૮.૮. શ્લોક ૬ સુત્રકતાંગ I.૮.૧૫ સાથે અને ૮.૮, શ્લોક ૨૪ સૂત્રકૃતાંગ I.૧.૨.૧૨ સાથે સરખાવી શકાય. વિમોક્ષ અધ્યયનનાં વિષયવસ્તુ - સુત્રો ખૂબ અસ્તવ્યસ્ત થઈ ગયાં છે, છતાં પણ તેનાં વિષયવસ્તુની સમાંતર જતી વૈદિક વિચારસરણીનાં એક-બે ઉદાહરણો અહીં ખૂબ ધ્યાન ખેંચે એવાં છે સૂત્ર ૮.૨.૨૦૪ જણાવે છે કે ભિક્ષુએ શ્મશાને કે સૂના ઘરમાં કે વૃક્ષ નીચે કે પર્વતની ગુફામાં કે કાંઈ કુંભાર-વાસ (ઘર)માં રહેવું ( fખવÇ..સુક્ષત્તિ વા સુત્રાસિ વી મૂરતિ વા રિપુસિ વી મારતો વી.= આચાર ૯. ૨. ૨૭૯, ઉત્તરાધ્યયન ૨. ૨૦; ૩૫.૬). પરમહંસપરિવ્રાજક ઉપનિષદ અને નારદપરિવ્રાજક ઉપનિષદ (૩.૮૬) પણ તેવુંજ જણાવે છે ...યથા निर्ग्रन्थो..शून्यागार...वृक्षमूल-कुलालशाला..गिरिकुहर-कंदर-कोटर...स्थंडिलेषु तेषु-अनिकेतवास्य-प्रयत्न...देहत्यागं વરતિ = જાબાલ ઉપનિષદ ૬ = ભિક્ષુક ઉપનિષદ; વળી સરખાવો- મૂતં સુસાને વા શ્વેતાને જુદાજુ વસુત્તનિપાત ૫૪.૪). આ બધાં ઉપનિષદોમાં સંલેખનાનું જ વર્ણન થયું છે (તે સંદર્ભમાં જુઓ “દેહત્યા ક્ષતિ' - “દેહત્યાગ કરે છે” જેવા શબ્દો!). ઉપરાંત, વિમોક્ષ ૮.૮ શ્લોક ૪ (નીવિર્ય નામ9Mા પર ળો વિ પત્થર - જીવિતની ઇચ્છા ન કરવી અને મરણ પણ ન માગવું) સાથે નારદપરિવ્રાજક ઉપનિષદ ૩. ૬૬૧ (મૃત્યુ ૨ નામનંત ગીવિતં વા ઘંઘન...નામત મરણં નમસંવેત નીવિત્તમ) સરખાવી શકાય. ૬ ૧.૬.૩. આચાર-બ્રહ્મચર્ય-ઉપધાનશ્રુત (આચાર ૯, ઉદ્દેશો ૧-૪)
તપ કે વ્રત જેવાં ધાર્મિક આચરણ માટે ઉપધાન શબ્દ વપરાય છે. બ્રહ્મચર્યના આ છેલ્લા અધ્યયનમાં મહાવીરે પોતાના જીવનકાળ દરમિયાન સાધેલાં તપશ્ચર્યા, તિતિક્ષા, ધ્યાન, વ્રતો, ભિક્ષાવિહાર, ઈત્યાદિનું વર્ણન આવે છે, તેથી તેને ઉપધાનશ્રત (કે ઉપધાનસૂત્ર) નામ આપ્યું છે. આ અધ્યયન સંપૂર્ણ પદ્યમય (આર્ષ-આર્યા) રચાયું છે, અને બ્રહ્મચર્યનાં બધાં અધ્યયનોથી ભિન્ન તરી આવે છે. આ અધ્યયન વિષેના સંશોધનાત્મક વિવેચન માટે જુઓ શૂબીંગ-આચાર પૃ.૫૧, ૫૯-૬૩. અહીં તેનું વિવેચન યોગ્ય નથી. હું ૧.૭ આચાર-બ્રહ્મચર્ય : વિભાગ ૧-૨
બ્રહ્મચર્યનાં ઉપર જણાવેલાં છેલ્લાં ત્રણ અધ્યયનોનાં વિષયવસ્તુ (ભિક્ષુઓનાં ખાનપાન, વસ્ત્ર, ઈત્યાદિ) તેમનાં પૂર્વવર્તી ૨-૫ અધ્યયનોમાં આવતાં શસ્ત્રપરિજ્ઞાને અનુરૂપ સામાન્ય વિવેચનોથી ભિન્ન તરી આવે છે. તે બધાં તેમનાં પૂર્વવર્તી ૧-૫ અધ્યયનો કરતાં સમયમર્યાદાની દષ્ટિએ પણ “નવાં” છે, તેવા સંકેતો કંઈક લોકસાર અધ્યયનમાં ($ ૧.૫) પણ જોવા મળે છે. આથી, ૧-૫ અધ્યયનો ૬-૮ અધ્યયનો કરતાં કંઈક પ્રાચીન ગણાય. ૬-૯ અધ્યયનોમાં વિમોક્ષ કરતાં ઉપધાનશ્રુત પ્રાચીન ગણી શકાય. ધૂત, વિમોક્ષ, જેવાં અધ્યયનોમાં મળતા ભિક્ષુઓની દૈનિક ચર્યા, વગેરે માટેના નિયમો મહદંશે બ્રાહ્મણ પરંપરામાંથી અપનાવવામાં આવ્યા છે. આવા વિષયના જૈન આગમગ્રંથો ઉપર શૂબીંગનું પ્રદાન મહત્વનું છે. વળી જૈનદર્શનમાં સંલેખના જેવાં જૈન તપ પણ બ્રાહ્મણ પરંપરાની અસર નીચે વિકસ્યાં છે તે ઉપર કૂર્ત ફૉન કાપત્ર (uber die sterbefasten...આમરણ અનશનવ્રત ઉપર... હામ્બર્ગ ૧૯૨૯) અને મેડમ કેયાનાં વિશિષ્ટ પ્રદાન થયાં છે (Fasting Unto Death According to the Jaina Tradition Acta Orientalia 9499; qullgil uls lellacci Ritual Suicide...c 1 જર્નલ ૧૯૭૮, પૃ. ૧૯-૪૪).
બ્રહ્મચર્યનાં ૨-૫ અધ્યયનોમાં પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞાની વિચારસરણીનો આદર્શ લઈ જીવ-આત્મા, લોક-સંસાર, કર્મ પરિજ્ઞા અને મોક્ષ જેવા વિષયોની ચર્ચા થઈ છે. તે પછીનાં ૬-૯ અધ્યયનોમાં ભિક્ષઓનાં વિહાર. ચર્યા, નીતિનિયમો (અધ્યયનો ૬,૮, મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન લુપ્ત થયું ગણાય છે) તથા મહાવીરની ચર્યા (અધ્યયન ) પર વધારે ભાર મૂક્યો છે. આથી આપણે સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધને બે વિભાગોમાં વહેચી શકીએ; વિભાગ ૧ (અધ્યયનો ૧-૫) અને વિભાગ ૨ (અધ્યયનો ૬-૯).
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ].
{ ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org