________________
$ વસ્તુ–નિર્દેશ. છે
DODOXO300 અર્વાચીન અને પ્રાચીન સાહિત્યયુગમાં કોઈ પણ ગ્રંથને પ્રારંભ, ઈષ્ટ આરાધ્યનું નામ-સ્મરણ કરી મંગળ કર્યા બાદ, પુરતકની ગુંથણું પુસ્તકની વસ્તુ ને પુસ્તકના પ્રારંભ પૂર્વે જણાવી દેવા જોગ બાબતનો નિર્દેશ-ભૂમિકા, પ્રસ્તાવના, ઉપદ્ઘાત ઇત્યાદિ દ્વારા કરાય છે, પરંતુ આ પુસ્તકને એવી ભૂમિકા વિગેરેની જરૂર નથી. આ પુસ્તક એક મહાપુરુષે વ્યાખ્યાનરૂપે આપેલાં વચનામૃતના સંગ્રહરૂપ છે. એમાં ભૂમિકા અને પ્રસ્તાવના બધું જ વ્યાખ્યાનકાર મહાત્માએ બાલજીના બેધાર્થે કરેલ છે, એટલે વસ્તુ નિર્દેશ નિમિત્ત મારી ફરજ, માત્ર વ્યાખ્યાનદાતા મુનિવરને પરિચય આપવાની, જે સંજોગો વચ્ચે એ વ્યાખ્યાને અપાયાં છે તે સંજોગોનું નિદર્શન કરાવવાની, અને જે વસ્તુ પુસ્તકરૂપે અપાઈ રહી છે, તેની મહત્તાને ખ્યાલ કરાવવા પૂરતી છે. અને જ્યારે પ્રકાશક બંધુ વાચકોના કર–કમલમાં એક એ ઉત્તમ ગ્રંથ રજુ કરી રહ્યા છે, કે જે શાશ્વત સારસ્વત ફળરૂપ છે અને જેનું વાંચન, મનન અને એને અનુસરતું આચરણ, ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહેલ જગતના જીવને આત્મશાંતિ પ્રાપ્ત કરાવનાર છે, ત્યારે હું મારા શબ્દો વાંચવામાં વાચકોને વધુ સમય લઉં, એ મને સ્વાભાવિક રીતે જ અનિષ્ટ લાગે છે. તેથી મારે કરવાને નિર્દેશ હું ટૂંકમાં જ કરી લઈ વાચકોનું લક્ષ્ય ગ્રંથ વાંચન પ્રત્યે દોરીશ.
" અમુક નિયમે ધર્મ અને વ્યવહારમાં એક સરખી રીતે ઉપયુક્ત લેખાય છે.–“પુઅવિવારે વનવિશ્વાસ: પુરુષના વિશ્વાસે વચનને વિશ્વાસ” એ નિયમ સનાતનસિદ્ધ છે, એટલે આદિમાં વ્યાખ્યાનકાર મહાપુરુષને હું પરિચય કરાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org