________________
ધર્મના ઉપાસક કણ બની શકે?
૬૫ ]
તમને ગ્લાનિ થાય છે. સારાની – સાચાની સામે તમારી બળતરા મટી છે. તમારાથી ખેટાને છેડવાનું ન બને તે ભલે, તમે તેને ન છેડી શકે, વિષયવાસના ઉપર કાપ મૂકવા માટે નબળા છે તે તે તમે જાણે, પણ “એ વિષયે કારમાં છે, એમાં વિષમતા છે, આત્માનું સત્યાનાશ કરવાની એમાં તાકાત છે,” એમ માની તેને મિત્ર માનવાને બદલે દુશ્મન માનતાં શીખે તે જ તમારે માટે તરવાની બારી છે. દુશ્મનને મિત્ર માન્યા તે હારવાના – સુખના અથી તમે દુખના ખાડામાં ગબડવાના. તમને ખબર નથી પડતી કે તમે ગબડી રહ્યા છે. એક ચિત્રકાર પિતાનું સારું ચિત્ર જેવામાં એટલે લીન છે કે જોતાં જોતાં પાછે પગલે હટતું જાય છે પણ ચિત્ર જોવામાં લીન થએલા તેને ભાન નથી રહ્યું કે પાલખને છેડે જવાથી ગબડાશે. એને એ ક્યાં જઈ રહ્યો છે તેનું પણ ભાન નથી. પિતાને વિચક્ષણ, ડાહ્યો અને પરીક્ષક માને છે. પાછાં પગલાં ભરતે એ પિતાને એ જ માની રહ્યો છે. એ વખતે એને એ સ્થિતિમાં દેખાનાર, ઉપકારી શું કરે?
સભામાંથી અવાજ થયે કે બૂમ મારે!”
ઠીક, તો હું પણ તમને બૂમ મારીને કહું છું કે તમે પણ ચિતારાની જેમ પાછળ પગલાં ભરી રહ્યા છે. આ માટે બંગલે, આ મારાં રસાહેબ, આ મારા કીકાભાઈ, આ મારે હીરે, આ મારે પત્નો – આમાં ને આમાં તમે ગબડી રહ્યા છે. હીરાની વીંટીવાળી આંગળી તરફ જે જે કરે, બધા દેખે તેમ રાખે ને મલકાય; અને દીન હેય તે લમણે હાથ દઈને બેસે. એ બે ય ગમાર. શું દુનિયાનું નાટક છે? એ બેમાં સુખી કોણ? પેલે હીરામાં એ લીન છે કે એને બીજું કશું ભાન નથી. એમાં ને એમાં દેવ, ગુરુ, ધર્મ, આગમ, આ બધું ભૂલે. પેલે દીન – બીજાની હીરાની વીંટી જોઈ ઈર્ષ્યાથી બળે “હાય બાપ, મને ક્યારે મળે?” એમ બળાપો કર્યા કરે. જ્ઞાની એ બેયને શું કહે છે?
છે. સા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org