________________
૪૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ સમ્યગૃષ્ટિ આત્મા કે હોય તે સંબંધે એક મહાપુરુષ ગુજરાતી ભાષામાં જણાવે છે કે –
સમકિત દૃષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રાંત પાલ;
અંતરગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાલ.” ચાલે ત્યાં સુધી તે સમ્યગદષ્ટિ સંસારમાં ન જ રહે. ન છૂટકે રહે છે તે પણ ચોકસાઈથી, એટલે કે ન્યારો રહે. જેમ મુસાફર ભયંકર અટવીમાં ક્યારે જાય ? બીજે રસ્તે ન મળે ત્યારે. અટવીમાંથી જીવતા નીકળ્યા તે ભાગ્યવાન એમ સમજનારે, હજારે કષ્ટ વેઠે પણ ત્યાં ન જાય. ન છૂટકે જાય તે ખૂબ સાવધાનતાથી, ચોતરફ જેતે જેતે અને ભાગવાને માર્ગ ખુલ્લે રાખીને જ જાય. તેમ તમે
આ સંસારથી બચવાનો માર્ગ ખુલ્લે રાખીને રહ્યા છે કે સંસારમાં લિન જ થઈ ગયા છે? સમ્યગૃષ્ટિની માફક સંસારમાં રહેવું પડે છે
માટે રહ્યા છે? જે રહેવું પડે છે તે માટે રહ્યા હો તે અહીં રહીને સંસારને મજબૂત કરે છે કે ઢીલે? સંસાર વધારે છે કે ઘટાડવે છે? અને વાસનાઓ પણ વધારવાની કે ઘટાડવાની? આને રીતસર ઉત્તર અપાવે મુશ્કેલ છે. સ્વતંત્રતા કે સ્વછંદતા ?
મેં તે ઊલટું સાંભળ્યું છે અને તે એ કે “આજના કેટલાક લોકો એમ કહે છે કે સાધુઓ હવે જેમ ત્યાગ માટે વધુ કહે તેમ તેમ અમે વધુ ને વધુ દૂર ખસવાના.” પણ તમે ગમે તેમ કરો તેમાં અમારું શું જવાનું? અમને શી હાનિ છે ? તમે ધર્મ અમારા માટે કરતા હો તે ન કરજે. તમને એમ લાગે કે આના વિના દુઃખને અંત નથી, આત્મશ્રેય નથી અને સત્તર વખતે ઇચ્છા થાય તે જ કરજો. આગમ સાંભળીને આત્મા કમળ બને કે કઠોર? તમે બધા સ્વતંત્ર છો ? સ્વામી છે કે ગુલામ? શરીર ઉપર, ઇન્દ્ર ઉપર, વિચારે ઉપર અને ભાવનાઓ ઉપર તમારી માલિકી નહિ હેય તે તમે સ્વતંત્ર કેવી રીતે ? મંદિરમાં મન ન ચડે, નયને ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org