________________
૩૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
આ લેકનું દુઃખ સુખનું કારણ છે :
“આ મહાત્માઓ તમારું ભવિષ્યનું ભલું ચિંતવનારા હતા, આ વાતને સ્વપ્ન પણ ન વિસરે. ભવિષ્યનું ભલું સાધતાં કદાચ આ લોકમાં તકલીફ પડે તેને પણ વાંધો નહિ. ભવિષ્યનું હિત સાધતાં અશુભના ઉદયે આવી પડતુ આ લેકનું દુઃખ એ જ્યારે સુખનું કારણ છે, ત્યારે ભવિષ્યના હિતની સાધનામાં અંતરાયભૂત થતું આ લેકનું સુખ એ દુઃખનું કારણ છે : માટે હિતના અથીઓએ આ લેકના દુ:ખની ચિંતા તજી સુખથી બેપરવા બનવું જોઈએ. ભગવાન શ્રી નેમિનાથ સ્વામી જાણતા હતા કે શ્રી ગજસુકુમાલજીને માથા ઉપર સળગતી સગડી તપવાની છે. શ્રી ગજસુકુમાલ શ્રી કૃષ્ણ મહારાજાના નાના ભાઈ હતા, સંયમ લીધા પછી તેઓ સ્મશાનભૂમિમાં કાર્યોત્સર્ગ કરવાની આજ્ઞા માગે છે. પ્રભુ જાણતા હતા કે એમને શ્વસુર નારાજ છે અને અવશ્ય ઉપસર્ગ કરનાર છે છતાં પ્રભુ આજ્ઞા આપે છે.
“શાળા ધો ” આ પ્રસંગે “બાના ધો” આ વસ્તુ બરાબર ન જચી હેય તે પરિણામ સારું ન આવે. અને આ વસ્તુ જચવી એ પણ જેવી તેવી વાત નથી, માટે જ જે આ વસ્તુની રીતસર પ્રાપ્તિ થઈ જાય તે બેડે પાર. પણ તેની કિંમત આપશો તે મળશે. તેની કિંમત બહુ જુદી છે, બહુ મોટી છે. તે આપવાની શક્તિ નહિ આવે ત્યાં સુધી એ વસ્તુ હાથમાં આવશે નહિ. જે જે વાત અહીં કહેવામાં આવે છે તેને ખરા સ્વરૂપમાં વિચારજો અને ધ્યાનમાં રાખજો કે આ મહાપુરુષે આ લોકની ચિંતા કરતાં પરલકની ચિંતા બહુ કરે છે. આ લોકમાં આવી પડતા દુઃખને શાંતિથી ભેગ તે જરૂર ભવિષ્ય મજેનું છે. આ લેકમાં યોગ્ય કારવાઈ કરે તે ભવની પરંપરા જરૂ૨ કપાઈ જાય, દુખ માત્ર કપાઈ જાય. શ્રી જિનેશ્વરદેવ, શ્રી ગણધરદેવે, તે પુણ્યપુરુષની પાટે આવેલા આચાર્યો, તેમની સાથે રહેનારા ઉપાધ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org