________________
૨૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ શા માટે સાંભળવું તે હૃદયમાં નક્કી કરે, પછી કહે કે અમે તે આ ઇરાદે સાંભળવા આવ્યા છીએ, તમારે ફાવે તે સંભળાવે, નહિ તે બંધ કરે. એમાં અમને દુઃખ નહિ લાગે. અમે તમને સંભળાવીએ શું કામ ? તમે અમારી વાહવાહ કરે તે માટે ? તમે જેટલા પાણું આપે છે તે માટે ? તમે મકાનદાતા, માટે? કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ તમારા ઉદ્ધાર માટે? ગભરાવું નહિ. ખુલ્લે દિલે કહેજે. શાસન ભગવાન શ્રી મહાવીરદેવનું છે. આપણે બંને એ તારકના સેવક છીએ. માટે હદય ખેલવામાં સંકોચાવાની જરાય જરૂર નથી. અંતે શરણુ શેનું ?
આપણે બંને પ્રભુ શ્રી મહાવીરદેવને શાસનના સેવક છીએ. બંને તેની જ આરાધના કરવા માગીએ છીએ. તેનામાં આત્માનું કલ્યાણ કરવાની તાકાત ન હતી તે આપણે અંગીકાર ન કરત.
આપણે બધા પ્રતિજ્ઞા કરીએ છીએ કે
अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो। जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहि ॥
જિંદગી સુધી શ્રી અરિહંત ભગવાન મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે અને શ્રી જિનેશ્વદેવેએ પ્રરૂપેલું તત્ત્વ એ મારે તત્વ છે.” આ પ્રમાણેનું સમ્યકત્વ મેં ગ્રહણ કરેલું છે.
શ્રી અરિહંત એ જ દેવ, સુસાધુ એ જ ગુરુ, “સુ” શબ્દ ઉપર લક્ષ્ય રાખજે, અને તત્વ તે જિનપ્રણિત હોય તે જ. બાકી બધું ખોટું. સમ્યગદષ્ટિ આ પ્રમાણે માને. અનન્તઉપકારી શ્રી અરિહંત પરમાત્મા કર્મરૂપ દુશ્મનને મારીને બન્યા છે? લાકડીએથી માર્યા, મલકુસ્તી કરીને માર્યા, કે પછી કોઈ બીજી રીતે માર્યા. આ સમજવા માટે અનન્તઉપકારી શ્રી અરિહંતદેવને સમજવા જરૂરી છે. તમારાં બાળકોને અનન્તઉપકારી શ્રી અરિહંત ભગવાન આદિ પાંચ પરમેષ્ઠિઓને સમજા વવાની કેશિશ કરે. તમારાં બાળકે તે પાંચ પરમેષ્ઠિ ભગવંતને સમજી જાય તો કોઈ કાળે દુઃખી નહિ થાય. હું ખાતરીથી કહું છું કે ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org