________________
પરિશિષ્ટ-1
| ૩૧૭
તે શબ્દ તમામ જૈનેને લાગુ પડે છે એમ માનતા હતા તે તેઓ પણ પિતાને જૈન કહેવડાવે છે માટે વાંધો ઉઠાવત, અને તે જૈન શબ્દની ચર્ચાને જૈન ચર્ચા તરીકે બંધ નહિ કરતાં ખુશીની સાથે તેઓ તેને જૈન ચર્ચા તરીકે કબૂલ કરત. જે તેઓની માન્યતામાં જૈન શબ્દથી સર્વ જેને આવી જતા હોય છે તેઓ પિતા તરફથી પ્રોટેસ્ટ કરવાને કઈ દિવસ ચૂક્ત નહિ. અને આપણું વેતાંબર મંદિરમાગી ચળવળીઆઓ કરતાં પણ તેઓ મુનિવર્ય શ્રી રામવિજ્યજી ઉપર બમણું અવાજ કાઢત પણ સુગે તેઓને તેવા અસત્ય માર્ગની બુદ્ધિ થઈ નથી ને તેથી તેઓએ આ ચર્ચામાંથી અલગજ રહેવાનું જાહેર કર્યું છે. છતાં તેમાંથી કેટલીક વ્યક્તિઓ વેતાંબર સંઘના નામે એકઠા થએલાં ટોળાંમાં આવીને પિતાની અંતઃકરણની દાઝ ખાલી કરવા ચૂકી નથી. પણ તે વાત તેની સંસ્થાઓએ વિચારવા જેવી છે, કેમકે તેની સંસ્થાઓએ કાંતે પિતાનો લેખ પાછો ખેંચી લે અથવા તો કવેતાંબર મંદિરમાગ સંઘમાં પિતાની આવેલી વ્યક્તિને શાસિત કરવી. આ બેમાંથી એકે રસ્તે હજુ સુધી લેવામાં આવેલ નથી તે ખરેખર વિચારણીયજ છે.
અંતમાં એટલું કહીને વિરમીશ કે જેઓ આત્મકલ્યાણીની ઈચ્છા રાખતા હોય તેઓએ શ્રી જિનેશ્વર ભગવાનના શાસ્ત્રની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. સત્ય પ્રરૂપકોના વાને સદુપયેગ કરે જોઈએ અને ત્યાગમાર્ગને રસ્તે જવામાંજ કલ્યાણ માનવું જોઈએ.”
ઉપર મુજબના ભાવાર્થવાળું વિવેચન થયા પછી શ્રી ચતુવિધ સંઘ તરફથી સોરઠીઆ ભાઈ ધનરાજજીએ નીચે પ્રમાણે કરાવે રજુ કર્યા હતા અને તે શ્રી ચતુર્વિધ સંઘે સર્વાનુમતે પસાર કર્યા હતા.
તે ઠરાવ નીચે મુજબ:–
૧. શાસ્ત્ર અને લેકવ્યવહારથી સમુદાયને કહેવાવાળા શબ્દો સમુદાયના એક ભાગમાં પણ વપરાય છે, તેમજ ત્રિષષ્ઠી શલાકા ચરિત્રમાં તેવા સમુદાયવાચક શબ્દોને અવયવમાં પ્રયોગ કરે છે ને વ્યાકરણમાં પણ શ્રી હેમચંદ્રમહારાજે માંસ અને દારૂના વિષયમાં શ્રેતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org