________________
આત્મબળ વધે કે પુદ્ગલબળ ?
[ ૩૦૧ આત્માની સામે ભેગાવળી શું કરવાનાં છે? નંદીષેણ ઉદયની સામે થયા, પૃપાપાત કર્યો, ગળે ફાંસો ખાધે, પણ બધી વખતે દેવીએ બચાવ્યા. આખરે વેશ્યાને ત્યાં રહ્યા તેયે અભિગ્રહ કર્યો કે – રેજ દશ જણને પ્રતિબોધ ન કરું ત્યાં સુધી અન્નપાણી ન લઉં. નંદીષેણ પડ્યા તેયે હજારોને ચઢાવનારા થયા. વેશ્યાને ઘેર બેઠેલા દશ દશ જણને પ્રતિબોધ કરીને મેકલે એ કે વૈરાગ્ય? વૈરાગ્યની કેવી ઉગ્ર છાયા ? વેશ્યાના ઘરમાં બેસીને પણ દેશના કઈ? પિતાની જાતને વડતા પણ બચાવ નહિ કરતા. ચિરકાલ સુધી દશ દશ જણને પ્રતિબંધ કર્યો છે પણ આખરે એક મળે. એ કહે કે - “આપ કહે એ બધું કબૂલ, પણ આપ પોતે અહીં કેમ બેઠા છે? આમ બન્નેની રકઝક ચાલે છે. સમય થઈ ગયો એટલે વેશ્યા આવી કહે છે કે – “હવે ચાલે, ભેજન ઠંડુ થઈ જાય છે. નંદીષેણ કહે છે, “પણ આ દશમે માનતું નથી.” વેશ્યા કહે, “તે એ દશમા તમેનંદીષેણ કહે – તૈયાર છું! એ જ વખતે વેષ લઈને ચાલી નીકળ્યા. કર્મના ઉદય સામે ઝઝૂમ્યા અને ઉદય પૂરો થતાં માર્ગે ચડી ગયા.
અશુભના ઉદયમાં ખરાબ સગે ઊભા થાય અને શુભના ઉદયમાં સારા સંગે ઊભા થાય, પણ એ ઉદયને આધીન ન થઈએ તે સુખપૂર્વક આત્મકલ્યાણ સાધી શકાય, ભગવાન શ્રી મહાવીરદેવના છેલલા ભવમાં અશુભ કર્મો કેવાં અને કેટલાં ઉદયમાં આવ્યાં ? દુનિયાના રંગરાગ અને માનપાન માટે જે કરવામાં આવે છે, તે પ્રભુની આજ્ઞાના પાલનમાં કરવામાં આવે તે કર્મ શું કરે? જાગૃત આત્મા આગળ કર્મસત્તા પણ નિર્બળ થઈ જાય છે. જાગૃત આત્મા પાસે કર્મ સત્તાનું કાંઈ જ ચાલતું નથી. પણ એ આત્મા જાગૃત છે એમ ત્યારે જ મનાય કે જ્યારે તે બહિરાત્મદશાથી પરાડ્રમુખ થઈ અંતરાત્મદશામાં લીન થાય યા અંતરાત્મદશાની સન્મુખ થાય. ત્રણેને લાભ સરખે ક્યારે ?
કરે, કરાવે અને અનુમોદે એનું ફળ સરખું બધે નહિ પણ કવચિત્. જે રીતે કરનાર કરે, તે રીતે કરાવનાર કરાવે અને તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org