________________
ર૯૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ દેખાવે મીઠી લાગે છે, એટલે સંયમ પર એકદમ રગ થાય એ બનવું અશક્ય છે, તેવા સંગમાં જે કઈ આત્માને આ તરફ પ્રેમ ન થાય એવું દેખાય તે પણ તેના તરફ તિરસ્કાર ન થે જોઈએ.
કઈ પડે એમાં નવાઈ નથી, ચઢે એમાં નવાઈ છે. પડનારનાં દષ્ટાંતે આગળ ન કરાય. ચઢનારા ચઢી જાય છે તેનાં જ દષ્ટાંત લેવા લાયક છે. ચઢનારા બધા જ પામી જાય તે મુશ્કેલી પણ શી? કઈ પતિત પરિણમી થાય, કેઈ ને પડતે જોઈએ તે એમ જ વિચારવું કે એમાં કાંઈ નવું નથી, એ માર્ગ જ એ છે કે પૂરે બળવાન હોય તે જ ચઢી શકે. એક વાર ચઢીને પડેલે હોય તે પણ, જ્ઞાની કહે છે કે એ ઘણે ઊંચે છે. પડવાની બીકે નહિ ચઢનાર કરતાં ચઢીને પડેલો કંઈ ગણે ઊંચા છે. પડવાની બીકે નહિ ચઢેલાની સ્થિતિ નિયત નથી, જ્યારે ચઢીને પડેલાની સ્થિતિ નિયત છે. ચૌદપૂવી અનંતા નિગોદમાં ગયા પણ એને સંસાર કેટલો નિયત. આથી એમ ન સમજવું કે ચઢનારમાં પડવાની ભીતિ જ ન હોવી જોઈએ, પણ પડવાની ભીતિએ ચઢવું જ નહિ એ ઉચિત નથી. આગળ વધવાની પેરવી તે ક્યે જ કરવી જોઈએ.
જ્ઞાનીઓએ બતાવેલ વસ્તુની મહત્તા હૃદયમાં ઠસે તે માટે જ આપણે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વભવની વિચાર કરી રહ્યા છીએ. એ ભગવાન ક્યારે બન્યા? આરાધના કરી ત્યારે. આપણને તે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવ, એમના માર્ગે ચાલી રહેલા નિગ્રંથ ગુરુઓ અને એમનું આવું મજેનું શાસન મળ્યું છે. શ્રી નયસારને કાંઈ જન્મથી તે મળ્યું ન હતું. એમને તે અકસ્માત્ મુનિઓને વેગ મળી ગયે; સમ્યક્ત્વ પામ્યા અને ઉત્કટ આરાધના કરી તો આજે આપણે તારક બન્યા.
શ્રી નયસારના ભવમાંથી દેવભવમાં જઈ ત્યાંથી થવી ભરત મહારાજાના પુત્ર મરીચિ થયા. શ્રી કષભદેવ સ્વામીના શાસનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org