________________
ત્યાગ : માનવજીવનને સાર
[ ૨૮૩
અથીની તરફેણ કરવી જોઈએ. સંઘ એને માબાપને કહે કે, આઠ દિવસ, દસ દિવસ, કે પંદર દિવસની અવધિની અંદર તમે તમારા બાળકને સમજાવે, તેમ છતાં જો એ સંયમના માર્ગે જવા મક્કમ હોય તે શ્રીસંઘ એ વાલીઓને કહી દે કે તમારાથી એને ઉપર જુલમ નહીં ગુજારાય, એ પવિત્ર આત્માને આંગળી પણ નહિ ચીંધાય. અમે કઈ પણ ભેગે એની મુરાદ બર લાવીશું. પૂર્વના માતાપિતા તે એમ કહેતા કે “અમને તે કાળાં મટી ધોળાં આવ્યાં પણ દીક્ષા લેવાની તૈયારી માટે એગ્ય એ વૈરાગ્ય ન આવે, અમે ભાગ્યહીન ! તું મહાભાગ્યશાળી છે કે જેથી તેને ભગવાનની આજ્ઞા રુચી. તું મક્કમ હોય તે ખુશીથી સંયમના માર્ગે જા, તર અને અમને તાર.” શ્રી જિનેશ્વરદેવના શાસનમાં માબાપ એવાં હોય. શ્રી આર્ય રક્ષિતની માતા :
શ્રી આરક્ષિત, ચૌદ વિદ્યાને પારગામી થઈ બારે વરસે ઘેર આવ્યા ત્યારે આખું નગર સામે ગયું. ખુદ રાજા પણ સામે ગયે. મા આ બધું જોઈ વિચારે છે કે, “દીકરે પુણ્યવાન તે ખરે કે આખું નગર રાજા સહિત લેવા સામે ગયું. પણ બધા ભેગી હું જાઉં તે મારા દીકરાને બેલી કોણ ? બધા સાથે હું ભળું તે એના પર લેકનું શું થાય ? મારે દીકરે પંડિત થઈ આ પણ એ પંડિતાઈથી જે દુર્ગતિ જાય તે મારી કૂખ લાજે, માટે મારે અત્યારે સામે ન જવું.” મા સામે ન ગઈ. શ્રી આર્ય રક્ષિતનું આખું કુટુંબ મિથ્યાદષ્ટિ હતું, માત્ર મા એકલી સમ્યગૃષ્ટિ હતી. એ સમ્યગૃષ્ટિ મા તે વખતે સામાયિક લઈ બેસી જાય છે. આજની મા તે સામાયિક લીધું હોય તે યે ઊભી થઈને જોવા જાય.
દીકરે ચારે તરફ જુએ છે કે મા ક્યાં? માને ન દેખવાથી દીકરાને શંકા થાય છે મા કેમ ન આવી? જરૂર કાંઈક કારણ હોવું જોઈએ. આખું નગર આવે, ખુદ રાજા આવે અને મા કેમ ન આવે ? ગામમાં બધે ફરી ઘેર આવી સીધે મા પાસે ગયે, પગમાં પડે. મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org