________________
पुरुषविश्वासे वचनविश्वास
[ ૨૬૩ થાએ અને પછી આત્માને સંયમમાં ઝૂલતે કરે. તમે જૈન છે તે કહો, તમે સફળતા શામાં માની? આ આગમ સાથે વિરોધ હોય તે વ્યક્ત કરે. બાકી આ આગમ મનાય, જચી જાય, હૈયામાં ઓતપ્રેત થઈ જાય તે કોઈની તાકાત નથી કે પરિવર્તન કરી શકે. “હાજીયા” ન બને. શાંતિથી વિચારો, એકાંતમાં આત્માની સાથે ધર્મચર્ચા કરે, તે જ આ શાસનને લાભ ઉઠાવી શકશે. “મારું ઘર અને મારી પેઢી” એમાંને એમાં ગૂંચવાઈ ગયા તે આ લાભ નહિ મળે. શ્રી મહાવીરદેવના શાસનને લાભ લ્યો, મહામુસીબતે પામ્યા છે તેને સાર્થક કરે, નહિ તે પામ્યા ન પામ્યા જેવું થશે. સંયમઃ મહાદયાળુએ ઉપદેશેલો ધર્મ :
શ્રી જિનેશ્વરદેવને તમારું કાંઈ બગાડવાની ભાવના નથી. એ જે કાંઈ કહે છે તે તમારી દયા માટે જ કહે છે. સંયમના કહેનારામાં નિર્દયતા ન હતી. સંયમ એ નિર્દયને ઉપદેશેલે ધર્મ કે દયાળુને? એ બરાબર વિચારો. તમે નાના પાંચ વરસના બાળકને નિશાળે મૂકે છે તે દયાથી કે નિર્દયતાથી? બાળક રુએ છે, બબડે છે, મનમાં ગાળ દે છે, ચિલ્લાય છે, એને ત્રાસ થાય છે, એ માને છે કે મારી જિંદગીનો આનંદ લૂંટી લે છે. આ બધું જોવા-જાણવા છતાં તમે તેની દરકાર નથી કરતા. શિક્ષક એ બાળકને મોટા રાક્ષસ જેવો લાગે છે. એકડો ઘૂંટતે જાય, તે જાય અને શિક્ષકને મનમાં ગાળો દેતે જાય. શિક્ષક ન જુએ ત્યારે પાટીમાં રમકડાં કાઢે અને જુએ એટલે પાછો એકડે કાઢવા માંડે. એ બાળકના માબાપના હૃદયમાં દયા ખરી કે નહિ? ત્યાં કેઈ ફરીયાદ નથી કરતું કે એ માબાપ કેટલાં નિર્દય અને અહીં એવાં વચને કેમ નીકળે છે તેને જવાબ આપો !
સભા, “એ જવાબ આપવામાં ફસી જવાય તેવું છે”
ભાગ્યશાળીઓ ! જૈનશાસનમાં ફસી જવાય એવી દુર્બુદ્ધિ કેણે જગાડી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના અમલમાં ફસી જવાની કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org