________________
૨૫૮ ]
જીવન સાફલ્ય દર્શન- ૧
ભગવંત ! એક તરફ તારી નિગ્ર થતા તારી ચક્રવતિ તા પણ સવેચ્ચિ છે.
આ
સર્વોચ્ચ છે તે બીજી તરફ એના યાગ શી રીતે થયે ?
તે એક અદ્ભુત આશ્ચય છે. પણ એ બેયને પચાવવા જેટલી તારામાં જ ચેાગ્યતા છે અને તેથી એ બેય વસ્તુ કેવળ જગતના લાભ માટે જ નીવડવાની છે. ’
આલંબન વિનાના ધમ કયારે ?
૧. અપકાર ક્ષમા :
શાસ્ત્રમાં ક્ષમા પાંચ પ્રકારની કહી છે. : ૧. અપકાર ક્ષમા, ૨. ઉપ કાર ક્ષમા, ૩. વિપાક ક્ષમા, ૪. વચન ક્ષમા અને ૫. લેાકાત્તર ક્ષમા. સામા તરફથી સહન કરવું પડશે એવી ભીતિથી ક્ષમા રાખવી તે – કેાઈ શક્તિશાળી માણસે અપમાન કર્યું કે ઢોંસા માર્યાં તે વખતે વિચાર થાય કે જો સામે ગુસ્સા કર્યાં તેા બીજી એ પડશે, માટે ક્ષમા રાખવી. જો કાબૂ ગુમાવીશ તે માર ખાઈશ અને ફજેતી થશે. આ (સ્થતિમાં આત્માએ કષાયને રાકયા અને ક્ષમા આપી. આ ક્ષમા માટે ભાગે સૌ જન્મથી જ શીખીને આવ્યા હાય છે. બુદ્ધિ બહેર મારી ગઈ હોય અને આગળપાછળ જોયા વગર કાબૂ ગુમાવે તે વાત જુદી. બાકી આ ક્ષમા શીખવવી પડે તેવી નથી.
૨. ઉપકાર ક્ષમા :
Jain Education International
કોઈ એ આપણા ઉપર ઉપકાર કર્યો હાય, તે વ્યક્તિ કોઈ પ્રસંગે બે કડવા શબ્દ કહે તે સાંભળીને, ‘ગમે તેમ તે! ચે મારા ઉપકારી છે' એમ વિચારી ક્ષમા રાખવી તે. આ ક્ષમાની માત્રા વધી ગઈ. અપકાર ક્ષમામાં કેવળ સ્વાર્થ છે જ્યારે અહીં ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org