________________
૨૫૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧ મુનિનું ભગવાન પાસે ન ચાલ્યું. હતાશ થયેલા મુનિ એક તરફ જઈ પિોક મૂકી રુદન કરે છે ! કહે છે કે “ભગવાન ઔષધ લેતા નથી તે શું થશે?” સહન કરવું એ ધર્મ છે. એવું આ ભક્તો નથી બોલ્યા. આજના કહેવાતા જ્ઞાનનિધિઓ અને વિદ્વાને શું કહે ? એ કાંઈ જુદું જ કહે. ભગવાન સિંહમુનિને કહે છે કે “મહાનુભાવ ! આમાં કાંઈ નથી, છતાં તું જા, અને અમુક સ્થળેથી અમુક નિર્દોષ ઔષધ મળશે તે લઈ આવ.” સિંહમુનિના સંતેષ ખાતર પ્રભુએ પણ ઔષધ લીધું. આજે તે એવું બેલના પણ છે કે આવું બધું સહન કરતાં સાધુ મરે તે પણ વાંધે શું ? ખરેખર, એવી ભાવનાઓમાં જેનપણું નથી. સાચું જૈનપણું શામાં છે તે પણ તમારે સમજવું પડશે. તમે સૌ એ સમજતા થાઓ એ જ એક શુભાભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org