________________
૨૪૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ દેશમાં તે ધર્મની સ્થાપના કરી પણ મારા જે રાજા છતાં અનાર્યદેશમાં હું ધર્મ કેમ ન ફેલાવું ?” તે પછી એમણે એ અનાર્યભૂમિને પણ એવી ગ્ય બનાવી દીધી કે મુનિઓ ત્યાં સહેલાઈથી વિહાર કરી શકે. એ પછી તેમણે દશપૂર્વધર શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજાને અમુક પ્રદેશમાં મુનિઓને મોકલવા માટે વિનંતિ કરી. શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજા કહે છે કે “ભગવાનની આજ્ઞા છે કે મુનિઓએ
જ્યાં સંયમને નિર્વાહ થાય એવા પ્રદેશમાં વિચરવું.” સંપ્રતિ કહે છે, “ભગવંત! પૂરી જવાબદારી સમજીને જ વિનંતિ કરું છું. આપ મુનિઓને મેકલશે એટલે ખ્યાલ આવશે.” આચાર્ય ભગવંતની આજ્ઞાથી સાધુઓ ગયા અને તેમણે સમાચાર કહેવરાવ્યા કે “અહીં તે આર્ય ભૂમિ કરતાં યે સંયમનિર્વાહ સુલભ થઈ ગયો છે. શ્રી સંપ્રતિ મહારાજા પિતાને ચગ્ય કાર્યવાહી કર્યા વિના વિનંતિ કરવા નહોતા ગયા. ઉપકારની ઈચછાવાળા ગૃહસ્થની ફરજ છે કે સંયમના નિર્વાહની વ્યવસ્થા કરી આપવી.
એ જ સંપ્રતિ મહારાજા જ્યારે નવે નવ ધર્મ પામ્યા હતા ત્યારને એક પ્રસંગ છે. શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજા મોટા સમુદાય સાથે નગરમાં પધાર્યા છે. રાજાએ ભક્તિની લાલચે નગરમાં દરેકને જણાવી દીધું કે “મુનિઓને જે જોઈએ તે આપવું. મૂલ્ય રાજ્યમાંથી લઈ જવું.” આ પ્રમાણે કામ ચાલ્યું, મુનિઓને ખબર પડી ગઈ તે યે લેવા માંડ્યું. આચાર્ય ભગવંતને પણ માલૂમ પડયું તે ચાલવા દીધું. એવામાં તેમના મેટાગુરુભાઈ અને દશપૂર્વધર શ્રી આર્યમહાગિરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેમણે આ બધું ચાલતું જઈ શ્રી આર્ય સુહસ્તિસૂરિજીને પૂછયું કે “આ બધું શું ચાલે છે?” સૂરિજી કહે છે કે “કથા રાના તથા પ્રજ્ઞા” બસ, આ સાંભળી શ્રી આર્યમહાગિરિજી મહારાજા તરત કહે છે કે “આજથી તારે અને મારે સંબંધ નહિ.” આને ગુસ્સો કે કુલેશ કહેવાશે? ઝટ શ્રી આર્ય સુહસ્તિસૂરિજી ઊભા થઈ તેમના પગમાં પડ્યા અને બોલ્યા કે “ભૂલ્ય. ક્ષમા કરે અને પ્રાયશ્ચિત્ત આપ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org