________________
૨૩૮ ]
જીવન-સાફલ્ય દર્શન
નથી. આપને ઈરાદે જે હેય તે જણાવે. પેથડશા કહે છે “મંત્રીધર! ઇરાદો તે છે પણ કહેવાને અર્થ નથી. હાલ આપનાથી બનવું મુશ્કેલ છે, અવસરે કહીશ. હેમડ આગ્રહ કરે છે. ખાતરી આપે છે કે જે હશે તે જરૂર પ્રાણના ભાગે પણ કરી આપીશ. ત્યારે પેથડશા કહે છે કે નગરના મધ્ય ભાગમાં એટલી જમીન આપો કે જ્યાં શ્રી જિનમંદિર બાંધી શકાય. હેમડને એ સાંભળી આંચકે આવી ગયે. રાજા, પ્રજા બેય કટ્ટર વિરોધી ત્યાં આ શી રીતે બને? પણ વચન આપી ચૂક્યું હતું. તેથી હવે કામ કર્યું જ છૂટકો હતા. પ્રતિષ્ઠાને પ્રશ્ન બની ગયો. પેથડશાનું કામ થઈ ગયું. પણ ભેગ કેટલો આપે એ વિચારે. મંદિરની જમીન માટે હજારો નૈયા વેરી નાખ્યા. મંદિર બંધાવવાનું તે હજી બાકી. શ્રી જિનેશ્વરદેવને અનુયાયી શ્રી જિનેશ્વરદેવના ધર્મના પ્રચાર માટે ધનની કિંમત ગણતો ન હતો. એ સમજો કે એની પ્રભાવનામાં, એની પ્રસિદ્ધિમાં, એની સેવામાં મારું અને સમગ્ર દુનિયાનું કલ્યાણ સમાયેલું છે. અમારા વડે એ નહિ પણ એના વડે અમે, એવી સચોટ માન્યતા હતી. જે જે રાજાઓ, મંત્રીઓ કે શેઠ-શાહુકારે પ્રભાવક બન્યા તે ક્યારે? પહેલાં ધર્મ અને પછી બધું એ રીતે વર્યા ત્યારે તમારે પહેલું શું ? શરીર. એને તકલીફ ન પડે, દુનિયાના રંગરાગ અને મજશોખમાં ખામી ન આવે તે તમારાથી ધર્મ બને. પછી એ ધર્મ કે થાય? કહો કે માલ વગરને. હક્ક કે હડકવા !
સત્ય સામે અસત્યને ઘંઘાટ કેઈ કાળે ન હતું તે વાત ભૂલી જાઓ. એ વિગ્રહ અનાદિ છે. સત્ય-અસવનો પેગ સનાતન છે. અસત્યથી બચી સત્યને ગ્રહણ કરે એ ભાગ્યવાન શક્તિ હોય તે અસત્યની સામે પૂરી તાકાત અજમાવ્યા વિના સત્યના પૂજારીથી રહી શકાય જ નહિ. પૂર્વે વાદીએ એવા હતા કે સામે આવતા, પક્ષ માંડતા, હેતુઓ રજૂ કરતા, દષ્ટાંત આપતા અને નિરુત્તર થઈ હારી જાય તે ક્યાં તે સત્યને સ્વીકારતા યા તે મૂંગા મૂંગા ચાલ્યા જતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org