________________
સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ
૨૨૯
પાંચ પ્રકારનાં કલ્પવૃક્ષ:
જ્ઞાનીઓએ જગતમાં પાંચ કલ્પવૃક્ષ કહ્યાં છે. (૧) જ્ઞાની, (૨) રૂપવાન, (૩) સત્તાવાન, (૪) બળવાન, (૫) લક્ષમીવાન. પણ આ પાંચેય કલ્પવૃક્ષ ક્યારે ? જે જ્ઞાની વિનીત હોય, રૂપવાન સદાચારી હોય, સત્તાવાન નીતિમાન હોય, બળવાન ક્ષમાશીલ હોય અને લક્ષ્મીવાન ઉદાર હોય, તે એ પાંચેય કલ્પતરુ અને ઊલટા હેય તે એ કંટક્ત. જ્ઞાનને પ્રચાર કરે, પણ તે વિનય સહિતનું હોવું જોઈએ? જ્ઞાનનું ફળ વિરતિ કે અખતરા ? જ્ઞાનનું ફળ અખતરા, આરંભ, સમારંભ અને મેટાં મોટાં કારખાનાં તે નહિ ને? વિનય સાથે આવ્યું હોય તે એ જ્ઞાન, પણ વિનય વેચીને, ઉદ્ધતાઈની મૂર્તિ બનીને, દેવગુરુને હંબગ કહીને મેળવેલું જ્ઞાન આ જગતમાં મોટામાં મોટા શાપરૂપ છે. જ્ઞાન તે જ કે જેના પરિણામે વિરતિ આવે. જે જ્ઞાનથી દુનિયાદારીની લાલસા વધે, આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જઈ દુનિયાના રંગરાગમાં લેપાય, એ જ્ઞાન જ્ઞાન નથી. એ જ્ઞાનના પ્રચારમાં વપરને ઉદય નથી. રૂપવાન સદાચારી હોય તો કલ્પતરુ, નહિ તે દુનિયાને પણ અનર્થ કરે અને પિતાનું તે સત્યાનાશ વાળે. નીતિ વિનાની સત્તા ભયંકર. બળ કષાયથી ધમધમતું હોય તે ઉત્પાત મચાવે. એ નિર્બળની રક્ષા માટે હોય, મારવા માટે નહિ. કૃપણના ઘરની લક્ષ્મી નકામી. શ્રીમંતની શ્રીમંતાઈ દીપે શાથી? આગળ ભે–ભે થાય અને પાછળ ધુમાડો નીકળે, ઘરમાં ફરનિચર ખડકાય પણ પાંચ આદમી ન સમાય, ગરીબને દાદ મળે નહિ અને હાજીયાથી વીંટાયેલા હોય, એમાં શ્રીમતાઈની શોભા છે? પ્રભુશાસનને પામેલા તે આ બધાને ખોટું માને. લક્ષ્મીને ભૂંડી ન માને ત્યાં સુધી ઓછી કરાય ક્યાંથી ? કોઈને અપાય શી રીતે? લક્ષ્મી હોય તે જ જવાય એમ માને એને તે સંનિપાત થાય. મરતાં યે નવકાર ન સાંભળે પણ વિલ અને વકીલ સાંભરે.
સભા“સાથે લઈ જવાતું હોય તે વીલ પણ ન કરે.”
જૈનશાસનમાં રહેવું હોય તે લક્ષ્મી ભૂંડી, પાપકારી, તજવા યોગ્ય , એમ માનવું જ પડશે. લક્ષ્મીની મમતાથી મરીને ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org