________________
૨૧૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ગયેલા ત્યાંના જજ જે પ્રમુખ થયા હતા, તેમણે કહ્યું છે કે “આવા વકીલ મેં કઈ જોયા નથી. એ જ્યારે કઈ પણ કેસ લઈને આવે ત્યારે મને ખાતરી જ હોય કે એમાં માથાફેડ નહિ. એ વકીલ, અસીલને પણ બેટો બચાવ કરી કેસમાં ગૂંચવાડે ઊભે કરતા નહિ.” અત્યારે તે મોટે ભાગે વકીલ કહે છે કે બેફીકર રહે, બેચાર બેટા સાક્ષી લાવ, હું જોઈ લઈશ. કયે વકીલ એમ કહે છે કે ગુને શા માટે કર્યો? હવે ફરીથી ગુન ન કરવાની કબૂલાત ન આપે તે હું મરતાં સુધી તારે બચાવ ન કરું. કાયદા સમજવા છતાં આમ કરનાર વકીલે તે વધારે ગુનેગાર છે. સાચા વકીલેએ તે એમ સમજાવવું જોઈએ કે, “આ છદ્મસ્થ જજે તે અમારી વાજાલથી કદાચ તને છેડશે પણ કર્મસત્તા નહિ છોડે.” માટે ગુને ન કરવાનું કબૂલે તે જ વકીલાતપત્ર હાથમાં લઉં. અમારે ન્યાયવેત્તા, વકીલ, બચાવ કરનાર બધા જોઈએ છીએ પણ તે આવા. તમારી વકીલાત વાંકી છે. જેને બચાવ કરશે તે નિર્લજજ ને નફફટ બને, એવી છે. તમે ગુનેગારને છોડાવી વધુ ગુને કરતાં બનાવે છે.
તમે જે જાણતા હે તે આજના બાર–એટલે બનેલાને ફી લેવાને પણ અધિકાર નથી. અસીલ ન આપે તો એનાથી દાવે નહિ થાય. કેર્ટમાં એમ મનાય કે સામાન્ય માણસે અધિકારી પાસે ન બેલી શકે માટે આ વકીલેએ એમના વતી બોલવું જોઈએ. કેટે તે એમને દયાના પયગમ્બરો માન્યા છે. એને આજની દુનિયાના પેટભરાઓ દુરુપયોગ કરી રહ્યા છે. પણ અહીં પ્રભુના શાસનમાં એવી દંભી વકીલાત નહિ ચાલે. તમારા અસીલેમાંથી શ્રાવકપણને નાશ ન કરે. વકીલે કામ જરાક માત્ર કરે ને પૈસા ઘણુ બધા લે છે, અને એવી રીતે અસીલે નીચેવાય છે. જે વકીલેએ પિતાની પાસે આવતા ગુનેગારોને સુધારવા પ્રયત્ન કર્યા હતા તે આજે આટલા બધા ગુનેગાર હેત? લાલન કહે છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માથે તે મૂકીએ પણ તે હૈયે નથી ઊતરતી. જે હેયે ન ઊતરે એને માથે મૂકનારે ઢોંગી છે. મજૂર પણ માથે ક્યારે મૂકે કે એમાં લાભ દેખે ત્યારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org