________________
સાચા જૈનત્વની ઓળખાણ
[ ૩
બેદરકાર બની પ્રમાદ, વિષય, કષાય અને ભેગવિલાસમાં જ જીવન વ્યતીત કરીએ તો બીજા નહિ પામેલા કરતાં આપણે વધારે કમનસીબ ખરા કે નહિ? જો કે આ “કમનસીબ” શબ્દ આપણને રુચે તે નથી. આપણને તે સૌ “પુણ્યવાન, ભાગ્યવાન ” કહે તે ગમે; પણ એમ કહેવરાવવું કાંઈ સહેલું નથી. ખરેખર, પુણ્યવાન હોઈએ તે છતી સામગ્રીએ આપણે આવી દશા ન હોય. જન-અજૈનમાં ફેર શો ? એ વિચારો :
આ અનંત અનંત પુણ્યરાશિથી મળેલા ધર્મ સામગ્રીસંપન્ન માનવજીવનમાં જેઓ શ્રી અરિહંત પરમાત્માને ન ઓળખે, શ્રી સિદ્ધભગવાનનું સ્વરૂપ ન જાણે, ભૂતકાલની માફક વર્તમાનમાં પણ વિચરતા અને તારક ગણુતા શ્રી આચાર્ય ભગવંત, શ્રી ઉપાધ્યાય ભગવંત અને શ્રી સાધુ ભગવંતને ન સમજે અને આચાર્યાદિ મહાપુરુષોને પિતાની મનગમતી રીતિએ નચાવવા માગે તેઓ શું જૈન છે? જેનપણું–મોટી પેઢીઓ હોય, મોટા બંગલા હોય, દુનિયા સલામ ભરતી હોય, પાંચહજાર કરે છે, મોટી મોટી ખુરશીઓ ઉપર બેસવાનું હોય, જે હોય તે “જી હા” “જી હા” કહેતા હોય–તેમાં નથી સમાયેલું. ત્યારે જેનપણું શાથી? તમે કહેશે કે-“અમારા વાળ મેટા છે, પાઘડીઓ મટી પહેરીએ છીએ, દુપટ્ટા રેશમી ઓઢીએ છીએ અને તેથી અમે જૈન છીએ.” પણ યાદ રાખે કે જે જૈન નથી કહેવાતા તેઓ પણ એ બધી બાબતમાં તમારાથી ચઢિયાતા છે અને પૂર્વના પુણ્યોદયે તમારાથી ઊંચા સિંહાસને બેસે છે ત્યારે “તમારામાં ને તેમાં ફેર છે ?” એ જરા શાંતિથી વિચારે. શ્રી જિનાજ્ઞાને માને તે જેન: - આજે આપણે પહેલાં પાયે માંડે છે. ઇમારત ચણવાની હજુ વાર છે. ધર્મનું સ્વરૂપ, ધર્મ કરવાની વાતે હાલ આપણે કરતા નથી. હાલ તે આપણે જ્યાં બેઠા છીએ તે સ્થળમાં આપણી ભાવના શી હોવી જોઈએ, કયા વિચારે આપણે કેળવવા જોઈએ અને ક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org