________________
સમ્યકત્વને મહિમા
૧૯૩ ભલે, પણ ધર્મથી એ પદાર્થો મળે એ ઈચ્છવાનું નથી. એ ઈચ્છા થાય ત્યાં સુધી મિથ્યાત્વના છાંટા છંટાયા જ કરે છે અને સમ્યકત્વ એટલું દૂષિત રહે છે. સમ્યકત્વની ભાવના પણ તમને જચતી નથી. સમ્યક્ત્વ પેદા થયા પછી આગળનું ગુણસ્થાનક પિદા કરનારી વિરતિ પેદા થાય છે પણ તે પહેલાં નહિ.' આ વાત ધ્યાનમાં રાખીને વસ્તુસ્થિતિ વિચારે તે સમજાશે કે સમ્યકત્વ દૂર રહે પણ માર્ગાનુસારીપણું પણ એવું નથી કે જેમાં પાપથી પાછા ફરવા સ્વરૂપ વિરતિ તરફ પ્રેમને અંશ ન હોય. જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું બીજ જ્ઞાન. બીજમાં ફળ હોય કે નહિ? સમજુને તે બીજા હાથમાં લેતાં જ ફળ દેખાઈ જાય છે. એક એક અક્ષર વાંચવા કે ભણવા માંડીએ કે તેમાંથી વિરતિના ફુવારા ઊડે એ સમ્યજ્ઞાન. જે વાંચવાથી કે ભણવાથી, પાપથી પાછા ફરવા સ્વરૂપ વિરતિ ગમે જ નહિ અને પાપથી પાછા ફરવા સ્વરૂપ વિરતિના અધ્યવસાયથી આત્મા પાછો પડે તે સાચું જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે. જેમ જેમ સમજ વધે તેમ તેમ પાપથી પાછા ફરવાની વૃત્તિ વધતી જ જવી જોઈએ. પાપની પ્રવૃત્તિ એ જ અવિરતિનું સ્વરૂપ છે. રાગ માટે કરેલે ત્યાગ નિષ્ફળ છે :
હજાર વિદ્યાની સાધના માટે શ્રી રાવણે પિતાના બંધુઓ સાથે, ભયંકર અટવીમાં, રાજપુત્ર છતાં યેગી જેવા બનીને, જટા વધારી, ગળામાં માળા ધારણ કરી, ઘેર તપશ્ચર્યા કરી. વિદ્યાની સાધના માટે રાજ્યની સાહ્યબી છડી અટવામાં આવ્યા એ ત્યાગી ખરા કે નહિ? કેવળ રાગને માટે જ કરેલા ત્યાગને ત્યાગ તરીકે કેમ ઓળખાય? કદાચ ત્યાગને માટે રાગ કરે પડે તે કરે પણ રાગને માટે ત્યાગ કરે નહિ, રાગને માટે ત્યાગ એ ખરાબ છે. ત્યાગ માટે રાગ કરે એને હાથ જેડીએ કારણ કે એ જરૂરી પણ છે. જે તજવા જેવું છે તે પણ ત્યાગને માટે કરે જરૂરી છે. કારણ કે તે પ્રશસ્ત છે. તજવા જેવી પણ ચીજ
જી. સા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org