________________
૧૫
સમ્યકત્વને મહિમા
પાપની પ્રશંસા ને નભે :
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે જૈનશાસનમાં સમ્યક્ત્વ એ ધર્મરૂપી પ્રાસાદને પામે છે. એના વિના ધર્મ પ્રસાદ ટકી શકે નહિ. સમ્યકત્વ એ ધર્મમહેલમાં પેસવાને દરવાજે છે. એને વિના ધર્મમહેલમાં પેસી શકાતું નથી સમ્યક્ત્વ મૂળગુણો અને ઉત્તરગુણેનું નિધાન છે. સમ્યકત્વ વિના મૂલગુણો અને ઉત્તરગુણે ટકે નહિ. મૂલગુણે અને ઉત્તરગુણોને પિષણ કરનાર, શુદ્ધ કરનાર સમ્યકુત્વ છે. સમ્યક્ત્વ ન હોય તે સઘળી ધર્મકિયાઓ ધૂળ ઉપર લીંપણ સરખી છે. બધી ધર્મક્રિયાને સફળ કરનાર સમ્યગદર્શન છે. એ સમ્યકત્વમાં જ હજી વાંધા છે. જ્ઞાની ઉપર, જ્ઞાનીના વચન ઉપર અખંડ વિશ્વાસુ બની, જે ચીજ જેવી રીતે છે તેવી રીતે માનવી, એ જરૂરી છે. ઉપવાસ ન કરાય એ નિભાવી લેવાય, પણ ખાવાનું સારું છે એમ કહેવું એ ન નિભાવાય. જિનશાસનમાં કૃપણને રથાન છે. પણ દાનની શી જરૂર છે. એમ કહેનારને સ્થાન નથી. મોક્ષ પામવાના અસંખ્યાત
ગ છે, તેમાંથી એક વેગને સાધે, બીજાને ન સાધે એને વાંધો નહિ, પણ આ એક જ સારું છે એમ કહે એ ન ચાલે. સેવ્ય તે બધાંયે છે એમ માને, સંસારમાં રહે, કર્મયેગે ન કરવાનું કરે, એ નિભાવવા શાસન તૈયાર છે, પણ અગ્યને અયોગ્ય તો માનવું જ પડશે. દુનિયાની કોઈ પણ ચીજ આત્માની નથી, એમ ન માને એ જૈનશાસનને પામ્યું નથી. એ દુનિયાની ચીજોમાં આત્માનું કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org