________________
आणाए धम्मो
[ ૧૭૩
એક પલ્લામાં મૂકે, અને એક પલ્લામાં સાધમભક્તિ મૂકે, સાધમીભક્તિનું પલ્લું નીચે નમશે. શાથી? માતા, પિતા, બંધુ જે ભલું ન કરી શકે તે સાધમી કરે. એ સાધમ કેવા ? સાત પુણ્યક્ષેત્રે પૈકીનું પુણ્યક્ષેત્ર. સાત ક્ષેત્ર એમાં મુખ્ય ત્રણ. શ્રી જિનભૂતિ, શ્રી જિનમંદિર, અને શ્રી જિનાગમ. આ ત્રણ સેવ્ય. શા માટે ? સેવકને સેવ્ય બનાવવા માટે. પાંચમા આરાના અંત સુધી આ ત્રણને સેવ્ય માને ને તેમની આજ્ઞાને ન માને એ ચાલે ?
કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે “આરાધેલ આજ્ઞા, તે મેક્ષ માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા ભવને માટે થાય છે. શ્રી વીતરાગપરમાત્માની સેવા કરતાં એની આજ્ઞા પાળવી, એ મેટી સેવા છે. શ્રી વીતરાગની આજ્ઞા પાળનારે સેવા ન કરે એ બને જ નહિ. શ્રી જિનમૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ, આ ત્રણને માને, સેવે, પૂજે તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ ત્રણને મેગ્ય આત્માઓના હૃદયમાં પ્રવેશ કરાવવા માટે સુંદર પ્રયત્ન કરે તે સાધુસાધ્વી ને એ ત્રણને એગ્ય આત્માઓના હૃદયમાં પ્રવેશ કરાવવા માટે સુંદર પ્રયત્નમાં સહાય કરે તે શ્રાવક, શ્રાવિકા. શ્રી ભરત મહારાજા કહે છે તેમ કૃષિ આદિ કામ ન કરવાં તે હવે કરવું શું? એ જ કે સ્વાધ્યાયમાં અહર્નિશ તત્પર રહી, અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવું. આ રીતે શ્રી ભરતમહારાજાએ સાધમી. ભકિત કરી છે. તમે પણ ભગવાનની આજ્ઞા સમજી શક્તિ મુજબ તેના આચરણમાં ઉદ્યમશીલ બને એ જ એક શુભાભિલાષા.
AL
કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org