________________
૧૫૪ 1
જીવન-સાફલ્ય દર્શન–૧
યતનાપૂર્વક સાફ કરીને, આવશ્યક કરે. પછી ઘરમાં રાખેલા શ્રી જિનમંદિરમાં ધૂપથી, દીપકથી, વાસક્ષેપથી, અને અક્ષત, ફળ વગેરેથી ભક્તિ કરે અને પચ્ચક્ખાણ કરે. પછી ગામમાં રહેલા શ્રી જિનમંદિરે જાય. ત્યાં દર્શનાદિ કરી પચ્ચકખાણ કરે, પછી ગુરુ પાસે વંદનાદિક કરીને પશ્ચકખાણ કરે, આ પછી નવકારવશી કરવી પડે તે કરે. પછી જિનવાણુ સાંભળવા જાય. વાણું સાંભળ્યા પછી સ્નાનાદિ કરી અષ્ટપ્રકારી પૂજા કરે. પછી કરવું હોય તે બાર–એક વાગે ભેજન કરે. પછી કરવી હોય તે (કરે એમ આગમ ન કહે) નીતિ, સત્ય આદિ સાચવીને અર્થચિંતા કરે. પછી ચાર ઘડી પહેલાં ઘેર આવી જાય. ભેજન કરવું હોય તે કરે. પછી બે ઘડી પહેલાં પાણી બંધ કરે. પછી આવશ્યક કરે અને પછી સ્વાધ્યાય આદિ કરે, અને છેવટે કાબૂમાં ન રહે તે વિધિ મુજબ નિદ્રાવશ બને. આ રીતે ઉપરની કરણને આચરતા સાધમીબંધુઓને શ્રી ભરત મહારાજા આમંત્રણ આપે છે. “આપ બધાએ હમેશને માટે મારે ઘેર જમવું.” આમંત્રણ આપ્યા બાદ એ સાધમીઓને વિનવે છે કે–
कृष्यादि न विधातव्यं, किंतु स्वाध्यायतत्परैः
અપૂર્વજ્ઞાન , ઔર શેયમન્ય છે ? | જેમાંથી આ ઉપરને શ્લેક ઉચ્ચાર્યો તે શ્રી આદીશ્વરચરિત્ર છે. અને તે કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું રચેલું છે. આચાર ઊંચે મૂકીને ઉપકાર થઈ શકે?
કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય કોણ ? કુમારપાલ રાજાની રાજ-ખટપટ કરનારા? રાજવહીવટ ચલાવનારા?' આવા મહાત્મા ઉપર એવી જાતને આરેપ મૂકનારા એ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા સૂરિપુરંદરની આશાતના કરનાર છે. આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિવરે ધર્મ સિવાય કશું કર્યું નથી. જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રી હીરસૂરિજી મહારાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org