________________
પ્રાણીઓના અનેક પ્રકારના જીવન કરતાં આધ્યાત્મિક જીવન શ્રેષ્ઠ છે, . કારણ કે તે સર્વ જીવનાનું કેન્દ્ર છે, વિકાસમાની અત્યન્ત નજીક હેાવાથી, તેનું ખાસ સાધક છે, તે ઉત્તમ છે, કિ'મતી છે, સર્વોપરિ છે, ખાસ ઉપયોગી છે, સર્વત્ર મદદગાર છે, રહયભૂત છે, માટે શ્રેષ્ઠ છે. અને તે આ રીતેઃ—
પ્રાણી માત્રની પહેલી જરૂરીઆત આહાર છે. આહાર મળ્યે એટલે પહેલી જરૂરીઆત પૂરી થાય છે. પછી ટાઢ, તડકા, વરસાદ, શત્રુ કે હિંસક પ્રાણીઓથી બચવા માટે, તેમજ આરામ માટે ચાગ્ય સ્થાનની તેને જરૂર પડે છે. તેથી આગળ વધીને માનવજાત શરીરની રક્ષા, મર્યાદાની રક્ષા, શાભા–સભ્યતા અને આનંદ ખાતર કપડાં પહેરે છે. કામવાસનાની પૂર્તિ અને દરેક ઇન્દ્રિયાની વિષયઈચ્છા પૂર્ણ કરવા દરેક પ્રાણીની જેમજ માનવ પણ દેારાય છે; જો કે—તેણે તેના ઉપયોગ સંસ્કારી રીતે કરવાની ગેગડવા કરી છે, એટલા બીજા પ્રાણીઓ કરતાં ફેર છે.
ઉપરની ખાસ જરૂરીઆતા રીતસર પૂરી પડે માટે માનવાને સમાજ બાંધવા—શહેરા અને ગામડાં વસાવવા, રાજ્ય વિગેરે જુદી જુદી સંસ્થાએ ગેાઠવવી, દરેક સગવડા સારી મળે માટે મહેનત મજુરી કરવી, એ વિગેરે સાધનાની ગોઠવણ કરવી પડે છે. ત્યાં નાણાની જરૂરીઆત ઉભી થાય છે. નાર્ મેળવવા ધધાઓની ગાઠવણ અને વ્યવસ્થા ઉભાં કરવાં પડે છે.
મુખ્ય તા માનવાને ખાવા અને રહેઠાણ માટે પૈસાની જરૂર ઉભી થાય છે, ને તેમાં તેના ઉપયોગ કરે છે. પરંતુ બધા પૈસા તેમાંજ ખર્ચાતા નથી. કારણકે—તે સામાજિક જીવન, રાજકીય જીવન, મેાજશેાખ વગેરે માટે થાડા ચેાડા પૈસા બચાવે છે, અને પ્રસંગ આવ્યે જ તેમાં ખર્ચ કરે છે, તેમાંયે ખર્ચ રાજ કરતા નથી. કારણકે ખર્ચ કરવાની જરૂરજ પ્રસંગે પડે છે. છતાં બચાવ પહેલેથી કરવા પડે છે, એ મુદ્દા ખ્યાલમાં રાખશો.
Jain Education International
૦
For Private & Personal Use Only
www.jainelibrary.org