________________
નીતિને જ આમાંથી અલિત કર્મ વિનાનું
સંજક છે અને જીવનચર્યાને પ્રતિબંધક નહિ પણ એને વ્યવ
સ્થાપક છે. આપણે હવે ઝાંખું ઝાંખું પણ જોઈ શકીયે છિયે કે ધર્મ વિનાની પ્રજા, ધર્મ વિનાનો સમાજ, અને ધર્મ વિનાનું જીવન એ ઉદાર અને ઉત્કૃષ્ટ આશામાંથી ખલિત થાય છે.
કેટલાક નીતિને જ ધર્મનું સર્વસ્વ માનતા જણાય છે. પણ વસ્તુતઃ એ નીતિ એ ધર્મનું ફળ છે અને ચારિત્ર્યનું મુખ્ય
- પ્રેરકબળ તો ધર્મભાવના છે. આપણી સર્વે ધર્મ અને નીતિ પ્રિય સંસ્થાઓ, ગૃહ અને રાજ્ય, કુટુંબ
અને આદશ, ધમમાંથી ઉદ્દભવે છે, ધર્મથી પિોષિત થાય છે, અને ધર્મથી જ સફલ અને સુફલ થાય છે. ધર્મ વિના નીતિની ઈમારત રેતીના પાયા ઉપર રહેલી કહેવાય છે તે છેટું નથી. ધર્મ ભાવના વડે જ નીતિ ઉપર ચિરંતન શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. વધારે માણસનું વધારે હિત કે એવાં બીજાં નીતિસૂત્રે તકરાર કરવાના કામમાં આવે પણ જીવનના કટોકટીના પ્રસંગમાં સહાયભૂત થતાં નથી. નીતિનાં નાવનાં પ્રસ્થાન ધર્મમાંથી અને તેનાં વિશ્રામસ્થાન પણ ધર્મમાં જ છે.
પણ અત્યારના સમયની શંકા તે એ છે કે “નીતિનું જ કયાં ઠેકાણું છે કે અમને એમાં પ્રેરવા મથે છે? મનુષ્યની જૂદી
જૂદી જાતિઓના નીતિનિયમો કયાં સરખાં છે? નીતિનાં સૂત્ર એટલું બધું વૈચિત્ર્ય છે કે તમારે એક નિયમ
ભાગ્યે જ ટકી શકે ” આ પ્રકારની શંકા ખાસ હિમત બહાદૂર યુવક વિના કોઈ ભાગ્યે જ કરે છે. પણ પાશ્ચાત્ય કેળવણી પામેલા બધાના માનસમાં એ શંકાના સીરમનું ઈજેકશન તે કેળવણીએ મૂકી દીધું હોય છે જ. આ પ્રકારની શંકાની પાછળ વિચાર શિથિલ્ય એ છે કે સત્યને ને નીતિને આધાર કેમ જાણે માનનારાની બહુમતી અથવા એકમતી ઉપર રહેતો હોય, એમ એ સ્વીકારી લે છે. વસ્તુત: સત્યનાં કે નીતિનાં સૂત્રો તો સનાતન છે. તે સૂત્રે મનુષ્યના જીવનને અને માનસને પણ અહોનિશ માખ્યા કરે છે અને એ સૂત્રનું કેન્દ્ર માનવનું માનસ નહિ પણ વિરાટનું માનસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org