________________
પાણીને પ્રવાહ જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ વચ્ચેની આડે દૂર થતી જાય છે, અને તે રીતે માર્ગ થતું જાય છે. વિકાસ માર્ગમાં સ્વાભાવિક પ્રયાણ અને તેને લીધે અટકાયતનું દૂર થવું, એ બન્ને એક જ પ્રયત્નના જુદા જુદા બે પરિણામે છે. વસ્તુતઃ પ્રયત્ન એકજ છે. એ જાતને પ્રયત્ન પણ ખરી રીતે પાણીના પ્રવાહને એક સ્વભાવ છે, છતાં આપણે તેને પાણી કરતાં જુદે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તથા પ્રવાહની પહેળાઈ, લંબાઈવેગ અને ગતિ વિગેરેના સ્વરૂપ વિષે પણ જુદા જુદા સ્વતંત્ર વિચાર કરી શકીએ છીએ.
કોઈ વાર પ્રયત્ન દેખાય છે, અને કોઈ વાર દેખાતું નથી. તે ઉપરથી સ્વાભાવિક વિકેસ, તથા પ્રયત્ન સાધ્ય વિકાસ એવા બે પ્રકાર પાડી શકીએ છીએ.
જે વિકાસમાં પ્રયત્ન ગુપ્ત હેય-બહાર ન જણાતો હોય, તેને સ્વાભાવિક વિકાસ અને જેમાં પ્રયત્ન બહાર જણાય-સાધન સામગ્રીઓથી થતો દેખાય તે વિકાસને કૃત્રિમ–પ્રયત્ન સાધ્ય–કહીશું.વાસ્તવિક રીતે બન્ને વિકાસે પ્રયત્ન સાધ્ય જ છે. અથવા બન્નેય વસ્તુની સ્વાભાવિક સ્થિતિઓ જ છે, છતાં વસ્તુના જુદા સ્વભાવ તરીકે ઓળખી શકીએ છીએ, અને સ્વાભાવિક તથા “કૃત્રિમ એવા ભેદ પાડી શકીએ છીએ.
વિકાસ તરફના પ્રયાણમાં પ્રયત્ન ભળતે ન જ હેય, તો વિકાસ અટકે, અને પતનમાં પડ્યા રહેવું પડે. પતનનું દબાણ વધતું જાય ને વિકાસમાંથી પાછા પડતા જવાય એવું પરિણામ આવે, અથવ. પરિવર્તનને નિયમ ઑટે પડે. વિકાસ તરફ જતો આત્મા પ્રયત્નથી પતન તરફ પણ ચાલ્યો જાય,અને પતન તરફ જતે પ્રયત્નથી વિકાસ તરફ પણ જઈ શકે. તેથી દરેક પરિવર્તનમાં જાણે અજાણે પ્રયત્ન ભાગ ભજવે જ છે.
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org