________________
કેટલા કરવા પડતા હરશે? તેની ચોક્કસ સખ્યા કહી શકશે ? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કેઃ–અત્યન્ત પતન દશામાં, જ્યારે વિકાસ શકિત ઘણી જ ઓછી હાય છે, ત્યારે થોડે થોડે વખતે જન્મા ધણા જ કરવા પડતા હૈાય છે, તે દશામાંથી જ રહેજ વિકાસના સંચય કરતાં કરતાં, હાલ જણાતી ગાયની સ્થિતિ રૂપ વિકાસ ભૂમિકા સુધી આવી પહોંચતા ગાયના આત્માને કેટલો વખત લાગ્યા હશે ? કેટલા જન્મા કરવા પડ્યા હશે ? તે અહીં વિચારવા જેવું છે.
"(
વિચાર કરતાં સમજાય છે કેઃ—“ આ જગત્ અમુક કાઇ ચોક્કસ વખતે અસ્તિત્વમાં આવ્યું છે.’' એમ કાઇ કહી શકતું નથી. અલબત્ત, અમુક કાઇ પદાર્થાનું અમુક સર્જન અમુક વખતે અસ્તિત્વમાં આવ્યુ છે. ' એમ કહી શકાય છે. પરંતુ અખિલ વિશ્વ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તેના અમુક ચોક્કસ વખત કાઇ કહી શકતુંજ નથી. કેમકે ઈશ્વરને સૃષ્ટિકર્તા માનનારાએ પણ ઇશ્વરને અનાદિ અનન્ત કહે છે, કે જે ઈશ્વર પણ અખિલ વિશ્વને તા એક અશજ છે. તેથી પણ વિશ્વ અનાદિ અનંતજ કહેવું પડે છે. કેટલાક આ પૃથ્વી અને ચહે। સૂર્ય માંથી છુટા પડીને થયા ને પછી તેમાં ધીમે ધીમે પ્રાણિજ સર્જન ઉત્પન્ન થયુ, ને ક્રમે ક્રમે વિકાસ પામતું ગયું.’” એમ કહે છે,પણ સૂર્યનું શું ? બીજા સૂક્ષ્મ પરમાણુ વિગેરેનું શું? આમ અસખ્ય તારાએ અને અસંખ્ય સૂર્યનુ અસ્તિત્વ ક્યારથી થયું ? તેને! શું જવાબ ? પરિણામે તે સધળુ અનાદિનું કહેવું જ પડે છે, અને કહે છે.
અમુક વખતે અમુક સૂર્ય માંથી જુદા પડેલા ટુકડા તે પૃથ્વી, અને તેમાં પ્રાણિજ સૃષ્ટિ વિકસી, એમ જેમ કહેા છે, પહેલાં પણ અનાદિ કાળમાં કી તેમજ ન બન્યું હોય, તેની શી ખાત્રી ? અને કહેશો કે “ આવી પ્રાણિજ સવિાળી પૃથ્વી આ વખતે જ
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org