________________
બનવું સંભવિત નથી. રોઝ કે ચમરીમાંથી ગાય, કે ગધેડામાંથી ઘડાનું પરિવર્તન વિગેરે સંભવિત નથી. છતાં એ બધા પાસે પાસેની કડીની જાતિઓ તરીકે સંભવિત છે.
હાલના વૈજ્ઞાનિકેની ઉપરની વિચાર સરણિના મૂળમાં “આત્મા નિત્ય નથી અને સ્વતંત્ર પદાર્થ નથી.” એ માન્યતા મુખ્ય છે. પરંતુ કઈ વૈજ્ઞાનિક આત્માને નિત્ય અને સ્વતંત્ર પદાર્થ તરીકે સિદ્ધ કરી આપે, એટલે એ વિચારસરણિની આખી ઈમારતના. ચચરા ઉડી જાય. એજ રીતે કોઈ જાત્યન્તરને બદલે જન્માન્તર સિદ્ધ કરે એટલે “આત્મા જુદા જુદા પદાર્થોના મિશ્રણને બનેલ પદાર્થ છે.” એ વાત હવામાં ઉડી જાય. સંતાનમાં ઉતરતા સંસ્કારોના વારસાના ધીમા ફેરફારથી જાત્યન્તરની ઉત્પત્તિ ગણીએ તે, વ્યક્તિઓના જન્મ-મરણનું પરિણામ શું? જન્મ-મરણને લગતી કાર્ય કારણની સાંકળ વિચારતાં આત્માનું નિયત્વ સિદ્ધ થાય છે. ]
કમસર કડીઓ-ભૂમિકાઓ પર ચડવાને સામાન્ય નિયમ છે, તે હેજ જોઈએ. જો એ ન હોય તો વિકાસક્રમની આખી સરણિ અવ્યવસ્થિત થઈ જાય. એટલા માટે પિતાના પણ આત્મા સાથે લાગતું વળગતું આ શાસ્ત્ર ખાસ જાણવું જોઈએ. ચાલુ જીવનમાં એ પ્રાણીઓ સાથે સંબંધમાં આવીને તેની પ્રત્યે કેમ વર્તવું? તેમજ ભૂતકાળમાં આમાંના કોઈ પણ પ્રાણીના પરિચયમાં પોતે કેવી રીતે આવે છે? અને હજુ ભવિષ્યમાં આમનાજ કોઈપણ પ્રાણીના સંબંધમાં–એટલે કે મિત્રરૂપે શત્રરૂપે પુરુષરૂપે કે સ્ત્રીરૂપે-પિતા માતા રૂપે કે કોઈ બીજી રીતે, કેવી રીતે આવવું પડશે? એ વિગેરે પ્રશ્ન છે કે આપણે બાજુએ રાખ્યા છે. પરંતુ તે રીતે પણ આપણને પ્રાણીશાસ્ત્રીના જ્ઞાન સાથે બહુ લાગતું વળગતું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org