________________
જાય છે, ને એ ભૂમિકાની હદ વટાવીને બીજીમાં પ્રવેશ કરે છે, ને ત્યાંથી પાછા આગળ વધે છે.
આ રીતે આ માર્ગ સ્વાભાવિક રીતે જ ઘણે લાંબે અને ગુંચવણ ભરેલે છે.
૮, દી ઈ કા ળ અને વિકસિત અંશે ને સં ચ ય.
આ પ્રસંગે એ પણ યાદ રાખવું જરૂરનું છે કે જે ભૂમિકા પર રહીને આત્માએ વિકાસના જેટલા અંશે સંપાદન કર્યા હોય, તેટલાને સંગ્રહ તે ભૂમિકા છોડતી વખતે જેટલે શેહેય છે, તે તેની પાસે કાયમ રહી જાય છે. એમ સંચય કરતાં કરતાં લાંબે કાળે ઘણો વિકાસ સાધી શકાય છે. જે વખતે જયાંથી જે વિકાસ મેળવ્યું હોય, તે ત્યાં જ પ્રાણ–આત્મા ગુમાવી બેસતો નથી, પરંતુ તે તેની સાથે જ રહે છે. નહીંતર કરી કમાણી ધૂળ થઈ ગણાય. તેમ થાય તો વિકાસના છેડા સુધી કદી પહોંચી શકાય નહીં.
કેટલીક ભૂમિકાઓ એટલે પ્રાણીઓના જાતિ પ્રદેશ એવા છે કે જયાં ખૂબ વધારે ટકવું પડે છે, છતાં શક્તિને સંચય બહુજ ઓછા ઓછો થાય છે. કારણ એજ કે–એ વખતે આત્માને વિકાસ માર્ગમાં જવાનો વેગ ધીમે હેય છે, કારણ કે શક્તિન-વિકાસને-સંચય ઓછો હોય છે. પિતાની એ ઓછી શક્તિને લીધે ધીમે વેગે આગળ વધે છે, તેથી નવી શકિત પણ ડી ડીજ મેળવે છે. રોગી ખોરાક જેમ ઓછો લઈ શકે તેમ શક્તિને સંચય પણ ધીમે ધીમે ને થડ થોડો જ કરી શકે છે. ધીમે ધીમે શક્તિ મેળવતા મેળવતા જેમ જેમ તે વધતી જાય છે, તેમ તેમ વેગ વધતું જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે વિકાસને સંચય કરતે જાય છે, વળી વેગ પણ વધારે વધારે થતો જાય છે. પછી તે જલ્દી જલ્દી વિકાસના પ્રદેશે ઓળંગતે જાય છે, ને આગળ ને આગળ વેગથી આત્મા વધતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org