________________
હા, એટલું ખરું છે કે –-વિકાસના ચડતા ઉતરતા દરજજા પ્રાણી વટાવે છે, ત્યારે તેમાં આજુબાજુના સંજોગો કારણભૂત હેય છે. એ જાતના જુદા જુદા સંજોગે જગતમાં અસ્તિત્ત્વ ધરાવે છે, તેથી જ વિકાસ અને પતનના જુદા જુદા દરજજા પડી શકે છે. જે તેવા સંજોગે ન હોય તે એવા દરજજાનું અસ્તિત્વ જ ન હોય.
આ રીતે જ્યારે વિકાસ અને પતન સામાન્ય રીતે સંજોગાધીન છે, તેથી સંજોગ બદલાતા વિકાસના માર્ગમાંથી ખસીને પ્રાણી પતનના ' માર્ગમાં પણ ચાલ્યો જઈ શકે છે, અથવા તેને વિકાસ કે પતનનું પગથિયું બદલવું પડે છે. એક પગથિયું છેડીને બીજા પર જવું પડે છે. આ સઘળું મુખ્યપણે તો વિશ્વના કુદરતી–રવાભાવિક નિયમોને જ આધારે થાય છે.
માટે વીંછીની સ્થિતિના પ્રાણીને કઈને કઈ વખતે ગાયની સ્થિતિમાં તે આવવું જ પડે, અને આવી શકે. એવી જ રીતે આજે ગાયની સ્થિતિમાં રહેલું પ્રાણી માણસની સ્થિતિમાં આવી જ શકે, અને આવવું જ પડે.
આમ દરેક પ્રાણી પૂર્વની સ્થિતિમાંથી વિકાસના સંજોગે મળે તો વિકાસના દરજજા ચડે છે, અને પતનના સંજોગે મળે તે પતનના દરજજામાં આગળ વધે છે. જે એમ ન બને તે વિકાસ અને પતન નામના તોજ રહેતા નથી. અને એ જાતના પરિવર્તન થાય તે છે, એ આપણું અનુભવની વસ્તુ છે.
કોઈપણ પ્રાણીથી એકનીએક સ્થિતિમાં ટકી શકાય જ નહીં. ઇચ્છાએ કે અનિચ્છાએ પરિવર્તન પામવું જ પડે છે. તેમાં કોઈનું જરા પણ ડહાપણ કે લાગવગ ચાલી શકતાજ નથી.
જયારે વિકાસને સિદ્ધ તત્ત્વ તરીકે આપણે સ્વીકાર કરી ચૂક્યા છીએ. એટલે પછી વિકાસના દરજજા સ્વીકાર્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org