________________
પ્રાસ્તાવિક.
આજે ભારતમાં ભારતીય પ્રાચીન સાહિત્યના અનેક ગ્રંથો બહાર પડે છે. તેમજ આધુનિક સમયની વિચારશ્રેણિ પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથ બહાર પડે છે. દેશમાં અનેક વિચાર વાતવરણોના મોજાં ઉછળે છે, શાંત થાય છે ને પાછા નવા નવા ઉઠયા કરે છે. અનેક વાર્તાઓ, નવલકથાઓ, ચર્ચાઓનું યે અનેકવિધ સાહિત્ય બહાર પડે છે.
આ પુસ્તક કેઈ વાર્તા, નવલકથા કે, આનંદમાં સમય પસાર કરવાના વાચન માટેનું નથી. પરંતુ આપણું જીવન સાથે સંબંધ ધરાવતા અનેક મૌલિક વિચારની મુદ્દાસર માર્મિક અને સાત્વિક ચર્ચા કરનારું પુસ્તક છે. તેથી શાંત અને મધ્યસ્થ જીજ્ઞાસુ બુદ્ધિથી સ્થિરતાપૂર્વક વાંચવાથી આ પુસ્તકના તાત્પર્યો હાથ લાગી શકશે.
આજે આપણા જીવનની દરેક બાજુઓના સંપૂર્ણ પ્રતિબિંબ ખેંચનારા એક ગ્રંથની આપણને જરૂર છે. વર્તમાન પ્રજા પિતાના સમયની ચાલ પરિસ્થિતિનો ખ્યાલ લઈ શકે, ભાવિ પ્રજા પોતાના ભૂતકાળનું સ્પષ્ટ દિગ્દર્શન કરી શકે, તમજ, કર્તવ્યદેહની પળે પ્રેરણું મેળવવા માટે જેના પાનાં ઉથલાવતાં કદાચ તેમને ઘેર્યોત્પાદક અને યથેચ્છત સૂચના આપનાર યોગ્ય માર્ગ હાથ લાગી શકે, તેવી દષ્ટિથી આ ગ્રંથ લખવામાં આવ્યા છે.
આપણા આજના જીવનમાં, પૂર્વવર્તિ પુરૂષના અનેકવિધ જીવનતની છાયા છે, તેમાંના કેટલાકના જીવન તે ભૂમિકા રૂપે યે છે. તથા કેટલીક મૂળ ભાવનાઓ, વિચારબળે, દષ્ટ અને અદણ કુદરતી સંગે આપણા જીવનના ચણતરમાં પાયા તરીકે કઈ રીતે ગોઠવાયા છે તે સમજાવવાને પણ ઉદ્દેશ રાખ્યો છે.
વાતાવરણના ઉપરના થરમાં આજે જે વિચારો અને આદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org