________________
જૈન ધર્મના સંબંધથી જૈન લેકેની નીતિ અને સદવર્તન ઉંચા ગણાતા હતા. તેથી મુસદ્ભાન રાજ્યના જમાનામાં પણ જૈન વ્યાપારીઓને જવાની છુટ હતી. બીજી પ્રજા ઉપર પણ તેની નીતિ અને સદ્દવર્તનની છાપ પડતી હતી. તેથી ડરીને ઘણા માણસો અનીતિ કરતા ડરતા હતા, ને હજુયે ડરે છે.
લડાયક બળમાં પણ–વસ્તુપાળ-તેજપાળ, વિમળશાહ અને મારવાડ, મેવાડમાં આખા લશ્કરના લશ્કર જૈન લશકરીઓથી ખીચખીચ ભરેલા રહેતા. એ બધું જોતા તેઓમાં જરૂર પથે લડાયક ખમીર અને બુદ્ધિ હતાં.
જૈને ભારતીય આર્યપ્રજાજને છે. અને ભારતીય પ્રજામાં તેનું મૂળથી જ અગ્રસ્થાન રહેતું આવ્યું છે. પ્રજાકીય સુલેહ,શાંતિ,વ્યવસ્થાના અને કેળવણીના તથા પ્રજાજીવન સંરક્ષણના બીજાં અનેક ખતઓમાં બ્રહ્માણવર્ગ ખાસ ભાગ ભજવતો. તેથી તેટલા પૂરતું તેને પણ માન આપવામાં આવતું હતું. અને એ રીતે બ્રાહ્મણોને દાન કે માન આપવું જૈન ધર્મથી વિરૂદ્ધ નથી. પરંતુ ઉલટું ઉચિત વર્તન છે. ધાર્મિક દૃષ્ટિથી ગુરુ માનવા એ જુદી વાત છે, અને પ્રજાકીય ખાતાઓના અમલદાર તરીકે માન આપવું જુદી વાત છે. નિશાળના મારતરને આજે કર મારફત પગાર આપવો પડે છે. ડોકટરને પણ આપ પડે છે. ત્યારે પગારને બદલે ઉચિતદાન કે લાગા હતા, એટલેજ ફેર હતું. નિશાળના મહેતાજી, આરોગ્યરક્ષક વૈદ્ય, હવા શાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, લગ્નવ્યવહારના રજીસ્ટ્રાર વિગેરે કામના તેઓ પ્રજા નિયુક્ત અમલદારે હતા. ત્યારે જૈને પ્રજાજને છે.
આ પ્રમાણે પ્રાચીનકાળથી જ જૈને પ્રજાકીય મેભે જાળવતા આવ્યા છે. આજે પણ આખી દુનિયામાં–ભારતમાં બહારના ટાપુઓમાં, કે અન્ય સ્થળે ફરીવળે, જયાં જ્યાં જૈન વ્યાપારીઓ હશે, ત્યાં ત્યાં તેઓ રાજા–પ્રજા ઉભય તરફથી માન પામતા હશે.
૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org