________________
યમાન થાય છે, કર્મની નિર્જરામાં મદેન્મત્ત રહે છે. પ્રતિજ્ઞાને નિર્વાહ કરવામાં અહંકારી બને છે. પરિષહે માટે ટટ્ટાર થાય છે. હસતે ચહેરે કષ્ટ સહન કરવા તૈયાર થાય છે. શાસનની મલિનતાના પ્રસંગને છુપાવે છે, ઇંદ્રિરૂપી ધુતારાઓને છેતરે છે, તપશ્ચર્યા કરવાના લેભી હોય છે, સેવા અને વૈયાવૃત્યમાં આસક્ત હોય છે, મનવચન-કાયાની યોગ્ય પ્રવૃત્તિને આદર આપે છે.
પરોપકારથી સંતોષ પામે છે, પ્રમાદરૂપ એરોનો નાશ કરે છે, સંસારમાં ભમવાથી ભય પામે છે, ઉન્માર્ગ ગામિતા તરફ મોં મરડે છે, મેક્ષ માર્ગમાં રમે છે, વિષયાસક્તિની મશ્કરી કરે છે, શિથિલાચારથી ઉગ પામે છે, જીદંગીની ભૂલેને શેક કરે છે, પિતાના સદાચારમાં થતી ભૂલની ગહ કરે છે, સંસાર ચક્રમાં નિવાસને નિંદે છે.
શ્રી જીન આજ્ઞાની આરાધના કરે છે, બે પ્રકારની શિક્ષાનું સેવન કરે છે.”
મુખ્ય પ્રજાજન તરીકે જૈન. ભારતના એક ખૂણાથી બીજા ખૂણા સુધી જૈન ધર્મ ફેલાયેલું હેવાના પુરાવાઓ મળે છે. શ્રી ભદ્રબાહુ સ્વામી નેપાળમાં હતા. પંજાબમાં જૈને છે. બ્રહ્મદેશ અને આસામમાં જનો છે. બંગાળ અને બિહાર અને ઉત્તર હિંદતે ઉત્પત્તિનું ખાસ સ્થળ છે. કલિંગને રાજધર્મ હતો. તીર્થકરે અને મહાન આચાર્યોની જન્મભૂમીઓ તે તરફ આવેલી છે. દક્ષિણ પણ શ્રી પાદલિપ્તાચાર્ય અને શ્રી કાલિકાચાર્યની વિહારભૂમિ હતો. સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, રાજપુતાના, ગુજરાત જૈન ધર્મનું આજે કેન્દ્ર છે. સારાંશ કે-દ્વારિકાથી પુરી, અને લંકાથી હિમાલય સુધીમાં જૈન ધર્મ ફેલાવાના પ્રાચીન અર્વાચીન ઘણું પુરાવાઓ મળે છે. મુનિ વિહાર આખા ભારતમાં
૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org