________________
માત્ર સ્વાવાદ સરણિથી જ કરી શકાય છે, છતાં તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરનારા સંપૂર્ણ જ્ઞાતા પુરથી પણ તેને અનંતમે ભાગજ વાણી દ્વારા વર્ણવી શકાય છે, ને તેને પણ અનંતમે ભાગજ શ્રત ગ્રન્થોમાં સંકલિત કરી શકાય છે.
એવા આ વિશ્વમાં તેની જ એક સ્વાભાવિક છતાં વિચિત્ર રીતે જુદી જણાઈ આવતી-ઘટના રૂપ-ચડતાઉતરતા દરજજાવાળા પગથિયાઓથી વિભૂષિત, ત્રણેય કાળમાં સ્થિર-સ્વયંસિદ્ધ-અકૃત્રિમ-સ્વાભાવિક એવી એકજ નિશ્રેણિ (નિસરણું-પ્રગતિ માર્ગ–ઉત્કાન્તિપથ સદાકાળ ભાસમાન થાય છે.
એ નિશ્રેણિનું સ્વરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે જુદું જુદું ભાસે છે, પરસ્પર વણાઈ ગયેલી રત્નત્રયીના વિચિત્ર સંબંધથી-કેમ જાણે એક જાતની રાસાયણિક ક્રિયા થઇ ઘડાયેલી હોય, તે રીતે એકાકાર રત્નત્રયીમય એ બનેલી છે.
આમ દ્રવ્યોની અમુક જાતની અતિમ ઉલ્કાન્તિ-અવસ્થા સુધી ચડી જવાને પ્રાણીઓને મહારાજમાર્ગ તરીકે જેને ઉપગ છે, તેમજ મહાતીર્થંકરોએ આજુબાજુ બાંધેલા કઠેડારૂપ તીર્થના અલંબનથી જ જેના ઉપર ક્રમે ક્રમે સુરક્ષિત રીતે ચડી શકાય છે.
–એ એ મહા પ્રગતિમાર્ગ, અને-સીધી યા આડકતરી રીતે તેની સાથે જોડાયેલા નાના મોટા બીજા પ્રગતિમાર્ગો, જેમ બને તેમ સ્મરણમાં રહે, અને દુર્લક્ષ્યથી પણ તે સમાગથી વિમુખ રીતે બુદ્ધિ દેરવાઈ ન જાય,
તથા લેખકને લેખનકાર્યમાં, વાચકને જ્ઞાન કાર્યમાં, તથા પરિણામે બન્નેને, ઉત્તરેતર ઉત્તમ પ્રેરણુએ મળ્યા કરે–
એજ મંગળ ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org