________________
[ આમ છતાં ક્યાંક ક્યાંક એવું મિશ્રણ હોય છે કે-એક સંસ્થા એકજ નામથી અનેક સંસ્થાઓને બધો વહીવટ કરતી હોય છે.
તેનું કારણ એ છે કે-કારકુન, ઍફીસ વિગેરે ખર્ચ ન રાખતાં માતબર વ્યક્તિ કેવળ લાગણીથી, મફત, બધો વહીવટ ચલાવતી હોય છે. તેવી વ્યક્તિ પિતાને ધંધો અને કૌટુમ્બિક જરૂરીઆતમાંથી ફારગત રહીશકે તે પ્રમાણે બીજા ખાતાઓ સંભાળવામાં ધ્યાન આપી શકે. માટે જેમ બને તેમ ટુંકામાં વહીવટ ચલાવતાં એમ થઈ ગયું હોય છે. કેઈ ગામમાં એક જ નાત હોય, તે એક જ ગચ્છમાં હોય, અને એકજ કામ આગેવાન હેય, તે—ધાર્મિક કામ હોય તો પણ મહાજન [ શહેરની સંસ્થા ] ભેગું થયું છે અથવા સામાજીક કામ હોય તે પણ ગ૭ ધાર્મિક સંસ્થા ] ભેગો થાય છે, અથવા રાજકીય કામ હોય છતાં પંચ [ સામાજિક સંસ્થા ] ભેગું થયું છે. વિગેરે આડાઅવળા શબ્દો સંભળાય છે. તેને ટુંકામાં અર્થ એ છે કે-દરેક વહીવટ કરનાર એકજ સંસ્થા હોય ત્યાં આવો ભાસ થાય છે. હાલની કાર્યો પહેલાં ગામડાના, પ્રાંતના અને વખતે આખા રાજ્યને ઘણાખરા દિવાની, ફોજદારી ચુકાદા મહાજન અને નાતની સંસ્થાઓ મારફતજ થતા હતા. ]
આથી સમજવાનું એ છે કે બહારના લોકો આ ઝીણવટ સમજી શક્યા નથી, કે રીતસર સમજ્યા હોય છતાં બીજા કેઇ કારણથી પૃથક્કરણન કર્યું હોય, ગમે તેમ હોય, પણ તેથી-કાયદાઓમાં ભૂલે ઘણી રહી જવા પામી છે. વારંવાર સુધારાવધારાનું કારણ પણ એજ સમજાય છે. તેથી જૈન ધર્મને જન કેમ ગણી લેવાથી ધર્મની બાબતમાં કોમી દૃષ્ટિથી ફેસલાઓ અપાયા છે. અને કમને લગતી બાબતનાં ધાર્મિક દૃષ્ટિથી અપાયા છે. ભૂલની આ કાતર ઘણે સ્થળે અનેક નુકશાન કરી રહેલી છે.
જૈન ધર્મ પાળનારી અનેક કામ છે, અનેક કેમેયે હૈઈ શકે છે. જૈન ધર્મ પાળનારી કેમો, ભારતીય આર્ય પ્રજાના સામાજિક ભારતીય સમાજ વિજ્ઞાન શાસ્ત્રની વ્યવસ્થાની દૃષ્ટિથી પડેલા ભાગે છે. વિશા, દશા, બ્રાહ્મણ, ક્ષત્રિય વિગેરે લેહીની શુદ્ધતા અને જન્મકારની અપેક્ષાએ છે. તેથી જ પુરોહિત, ગેરે વગેરે ઠરાવેલા
૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org