________________
તરીકે શિવમંદિરમાં કાંઈ ફાળ ભરાવે, ટેલીયા બ્રાહ્મણની ટેલ પૂરી કરી આપે, તે ઈતર આર્ય પ્રજાના સહકારના ખાતાં છે. શહેરને કિલ્લે બંધાવવામાં કે ગામની વાવ દુરસ્ત કરાવવામાં પૈસા આપે, તે શહેરી નાગરિકતાના ખાતાઓ છે. કુલ, મ્યુનિસિપાલીટીના મકાન બંધાવી આપે, તે રાજકીય લાગવગના ખાતાંઓ છે. મહાજન, સંધ કે નાતની આગેવાન તરીકે એક જ વ્યક્તિ હોવાથી બધા હિસાબ એકજ પડે પડતા હોય છે.
[આ લખીને સમજાવવાનું એ છે કે-જે આ દરેક ખાતાઓમાં પૃથકરણ સમજવામાં ન આવે, તે વહીવટમાં અવ્યવસ્થા થાય. તથા હાલના વાતાવરણને રસ્તે ચાલી તદ્દન પૃથક્કરણ રાખવામાં આવે, તે વહીવટી ખર્ચને પહોંચી શકાય જ નહી. એવી ભારતીય મૂળ પરિસ્થિતિ છે. સંસ્થાના બીજા હિત જાળવવાને બદલે ઓફીસ ખર્ચમાં ઘણું રકમ તણાઈ જાય છે. આખરે ફડે મોટા કરવા પડે છે. અને દેશ ઉપર ભાર વધતો જાય છે. ભારતીય પ્રાચીન વહીવટી પ્રણાલી સાંગોપાંગ સચોટ અને વ્યવસ્થિત છે. ગોટાળાને તે બન્નેયમાં સરખો સંભવ જોવામાં આવે છે. ]
જૈનો પ્રજાજન તરીકે ભારતીય આર્યો છે. ભારતીય આમાંને એક ભાગ જૈન ધર્મ પાળે છે. હિંદુ શબ્દ ભારે ગોટાળે ઉત્પન્ન કર્યો છે. હિંદુ પ્રજા અને હિંદુ ધર્મ એ બે શબ્દને ખરે અર્થ સમજયા પછી આપણે જૈન ધર્મ અને જૈન સમાજ (હાલને શબ્દ) એ શબ્દોનું સ્પષ્ટીકરણ સમજી શકીશું.
બહારથી આવનાર પરદેશી હિંદમાંના સઘળા લેકેને હિંદુ અને તેમના ધર્મને હિંદુ ધર્મ કહેતા આવ્યા છે. “કાઈ મુસલમાન સરદાર સાથે હિંદુ આગેવાનોએ સમાધાન કર્યું” હિંદુ એટલે બ્રાહ્મણ, વાણીયા. કણબી વિગેરે સાથે મહાજનના આગેવાન તરીકે પ્રજાજનેમાં જૈને મુખ્ય ભાગે હોય જ. તેઓ પણ બધા હિંદુ જ ગણાય, તે બરાબર હતું. આ દેશમાં યુરોપની પ્રજાના પ્રવેશ અને સંશોધન પછી–રાજકીય સગવડ અને હેતુઓને ધ્યાનમાં રાખીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org