________________
પણ આપણને ઘણી જ ઉંડા પ્રદેશમાં ખેંચી જાય છે, છતાં પણ વધારે વધારે રહસ્ય સમજવા માટે જીજ્ઞાસા થયા જ કરે છે, અને પછી જાતે વિચાર કરતાં પણ આગળને આગળ બુદ્ધિ દોરાયે જાય છે. અલબત્ત, કહેવું જ પડશે કે – શ્રી નિર્યુક્તિકાર આચાર્ય મહારાજશ્રીએ આ જાતનો ખ્યાલ આપવા ભારે પ્રયત્ન કર્યો છે. માટે તેઓશ્રી પણ-ભાષ્ય, ટીકા વિગેરેને બદલે નિયુક્તિ રચે છે. નિર્યુક્તિ એ એક એવી ગ્રંથશલી છે, કે–વર્ય પદાર્થની વિશ્વમાં
ક્યાં ક્યાં અને કઈ કઈ જાતની છાયા પડે છે? તે પદાર્થ કેની કેની સાથે કેવો કે સંબંધ ધરાવે છે ? તે સર્વ પર અસાધારણ વિશાળ અવલોકભરી દૃષ્ટિ નાંખીને સંક્ષેપમાં પદાર્થનું વિવેચન સૂચિત કરે છે. એ તેની અસાધારણ ખુબી છે.
[ આધુનિક વિજ્ઞાન શાસ્ત્ર કહેશે કે-ઓહ ! આમાં શી મેટી વાત છે? અમારી રેલ્વેના ટાઈમ ટેબલ, અને અમારા દરેકે દરેક ખાતાંના બારીકમાં બારીક બનાવોની નોંધે અને તેના લિસ્ટ, તેની પરસ્પર અસર, એ બધું કેટલું વ્યવસ્થિત રાખવામાં આવે છે ? અને તે માત્ર એકજ દેશનું નહીં પરંતુ આખી દુનિયાનું અને અનેક ખાતાંઓનું. કેટલું વ્યવસ્થિત અને માહિતીઓથી ભરપૂર છે ? તે તપાસ શું તેમાં ખાસ એટલી ખૂબી નથી ?
એ બરાબર છે. પરંતુ તેમાં ઘણો ભાગ નિરુપયોગી હોય છે, છતાં તેની પાછળ પૈસા અને વખત, બુદ્ધિ અને શક્તિનો ખર્ચ થતો હોય છે. વળી તે રેકર્ડ રાખવાને કેટલા સાધને ઉપયોગ થાય છે ? તે વિચારે. ત્યારે પૂર્વના જૈન આચાર્ય પાસે માત્ર જીવનની જરૂરીઆતની થોડી ઘણી સામગ્રી શિવાય કાંઈ પણ નહીં, છતાં આ જાતની વ્યવસ્થા સમજી શકે અને વ્યવસ્થિત ગોઠવી શકે, તે તેમની અસાધારણ બુદ્ધિ અને શક્તિનો પરિચય આપે છે. અને તેમ છતાં તેમના પ્રયત્નથી કોઈ પણ પ્રાણીને પરિણામે દુઃખને સંભવ જ નહીં. એ તેમાં વિશેષ ખૂબી છે. ]
આ છેલ્લા ત્રણેય પ્રકરણમાં જણાવેલા જેના દેવ, ગુરુ અને ધર્મ. એ ત્રણને પણ સરળ પરિભાષામાં ત્રણ ત કહે છે. એ ત્રણ ત તરફ વફાદારને “જૈન” ગણવામાં આવે છે. આ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org