________________
રીતે સંપૂર્ણ વર્ગીકરણ કરવા જેવું મુશ્કેલ છે. જેમ તે દરેક પતિપિતાની સ્થિતિમાં વ્યવસ્થિત છે, છતાં દૂરથી જોનારને તે એક ગીચ-ગાઢ જંગલના જ ભાસ થાય છે.
ધર્મના આચાર પણ વ્યવસ્થિત, નિયમ બદ્ધ છે, શાસ્ત્રીય પદ્ધતિપર સ્થિત, અને પાત્ર પ્રમાણે ઉપગની સગવડોથી ભરપૂર છતાં પૂરા અભ્યાસ અને પરિશ્રમ વિના તેનું પૃથક્કરણ સર્વથા અશક્ય નહીં તે દુશક્ય તે છેજ. - સાધારણ પ્રયત્નથી તેની ફૂલગુંથણીને ઉકેલ કરી શકાય તેમ છેજ નહીં. કેટલીક વખત સાદા જવાબથી જીજ્ઞાસુઓના મન શાંત થાય છે, પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી હોતું. જેમ જેમ ઉડે અભ્યાસ વધતો જાય તેમ તેમ એક સાદામાં સાદી બાબતમાં એટલું બધું ઉંડાણ જોવામાં આવે છે કે–તેના અંતિમ તાત્પર્યને પત્તેજ લાગતું નથી. ત્રણેય બાજુ કાચના ઓરડામાં વચ્ચે દી મૂકીને બેસીએ, પછી તેમાં દવાઓના ઉલટા સુલટા જે પ્રતિબિંબ પડે છે, તેને પત્તે લગાડવાને કોણ સમર્થ થઈ શકે છે? તેવી જ રીતે આ આચારો વિષે જણાય છે, છતાં તે અનવરિથત નથી. એક બીજા આચારોની એક બીજા ઉપર એવી ઉલટી સુલટી ગણમુખ્ય ભાવે અસર પડે છે કે-જેનું વિગતવાર સંપૂર્ણ પૃથક્કરણ આ જમાનાનો કોઈ પણ માણસ કરી શકે, એ અમને સંભવ જણાતું નથી. એ પૃથક્કરણ મહાન્ પૂર્વશ્રતધરોએજ ઘણી જ વ્યવસ્થિત રીતે કર્યું છે. જ્યારે તે જોઈએ છીએ ત્યારે આચારના અગાધે રહસ્યની ઝાંખી થાય છે, તેની પાછળ પણ સ્વતંત્ર અનેક વિજ્ઞાને લાગેલા છે. જેના પ્રત્યેક આચાર તે તે આચાર રહના શાસ્ત્રીય વિજ્ઞાન અનુસાર શાસ્ત્રીય પદ્ધતિસર જાણવામાં આવ્યા છે. અધ્યાત્મ શાસ્ત્ર તથા માનસશાસ્ત્રની કેટલી વ્યાપકતા હૈઈ શકે?
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org