________________
બન્ને પક્ષકારે અને તટસ્થ એ ત્રણેય વિભાગોમાં આગેવાન તે મુનિઓજ છે. એટલે મુનિઓને છોડીને તો કોઈ પણ કાંઈ કરી શતા જ નથી. આમ છેવટે સર્વ પક્ષે મુનિ સાપેક્ષજ છે. નિરપેક્ષ કાંઈ પણ કરી શકાતું જ નથી. એટલે મુનિસંસ્થાનું એક રીતે નહીં તે બીજી રીતે વજન કબૂલવું જ પડે છે.
કઈ પણ ખાસ મતભેદ કે સિદ્ધાંત ખાતર મુનિઓમાં મતભેદ ઉભે થાય, તેથી તો ગભરાવાનું કારણ નથી. કારણકે જો તેઓ સિદ્ધાંત ખાતર મક્કમ ન રહેતાં, નમતુંજ આવે જાય, તે જરૂર તે સંસ્થા તારકને બદલે બાવનાર ગણાય.
એ મત ભેદેએ આવડું મોટું વ્યાપક તકરારનું સ્વરૂપ કેમ લીધું ? તેના જવાબમાં–એટલું જ કેહાલની સંસ્કૃતિએ જ્યારથી વચ્ચે માથું માર્યું, ત્યારથી તે વધારે ઉગ્રરૂપમાં ગોઠવાઈ ગઈ છે. હાલની તકરારનું સ્વરૂપ જ એવું છે કે–તે રીતસર વધેજ જાય છે. તેમાં પણ વિકાસ દાખલ થયે છે. દા. ત. બે ભાઈ કઈપણ કારણસર લડ્યા હેય, તો પાછા ભેગા થઈ જાય, પરંતુ કેસો કે ગયા પછી તેઓએ રીતસર લડવું જ પડે છે. એક બીજાના છિદ્રોને સચોટરૂપમાં રજુ કરવા પડે છે. તેથી મને ભંગ થઈને વૈર વિરોધના જે બીજકે પડે છે, તે કાતિલરૂપમાં થઈ જાય છે. તેવી જ રીતે આમાં પણ કાંઈક એમજ થયું છે. નવી સંસ્કૃતિએ જ્યારથી માથું માર્યું છે, ત્યારથી તે ઉગ્રરૂપમાં આવેલ છે. વળી વર્તમાનપત્રોએ તે અગ્નિમાં ઘી અને પવનનું કાર્ય કર્યું છે. છતાં અંગત વિરોધ નજીવા લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે અમારી સમજ પ્રમાણે ભારતીય અને આધુનિક, એ બંને સંસ્કૃતિઓ જ પરસ્પર જુદા જુદા પાત્રના નિમિત્ત નીચે અથડાય છે. દિક્ષાને પ્રશ્ન મૂળ મુદોજ નથી. બંધારણના પ્રકારણમાં જણાવીશું
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org